Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

અતી ગંભીર બાબત : રાત્રે 12.26 : આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જેમને કોરોના પોઝિટિવ આવેલ છે તે મુંજકાના પ્રિયદર્શનસિંહ કે. જાડેજા 15 મીએ ફ્રાન્સથી રાજકોટ આવી ગયેલા : 19 મીએ સિવિલમાં ચેક કરાવેલ ત્યારે નોર્મલ હતા : જ્યોતિ સી.એન.સી. સાથે જોડાયેલા : કુટુંબી સહિત અનેકને મલ્યાની સંભાવનથી ભારે ચિંતાની લાગણી : ત્વરિત કાર્યવાહિની ચર્ચાતી જરૂર

રાજકોટ : 19 મીએ સિવિલમાં ચેક કરાવેલ ત્યારે નોર્મલ હતા : કોર્પોરેશન દ્વારા ઘર પર સિક્કો મારવા ગયા ત્યારે ખ્યાલ આવેલ કે તેમને જુદા પ્રકારની ખાંસી આવે છે: હોસ્પિટલમાં બતાવવાની સલાહ અપાયેલ: 27 મીએ સીનર્જી હોસ્પિટલમાં દાખલ થયા: આજે કોરોના પોઝિટિવ આવ્યો

જ્યોતિ સી.એન.સી. સાથે જોડાયેલા: કુટુંબી સહિત અનેકને મલ્યાની સંભાવનથી ભારે ચિંતાની લાગણી: સિવિલમાં યોગ્ય ચેક ન કર્યાની ફરિયાદ? ત્વરિત કાર્યવાહિની ચર્ચાતી જરૂર.

(12:36 am IST)
  • હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણય : આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓને 1 મહિનાનું એક્સ્ટેંશન : 31 માર્ચે નિવૃત થઇ રહેલા કર્મચારીઓ એક મહિનો મોડા નિવૃત થશે : કોવિદ -19 ના કારણે પોલીસ કર્મીઓ ,શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓ ,સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ,સહિતનાઓનો સમાવેશ : જે કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થવા માંગતા હોય તે થઇ શકશે access_time 7:24 pm IST

  • ડરના માર્યા વતન ભણી હિજરત કરી રહેલા મજૂરો ' કોવિદ -19 ' કરતા પણ મોટી સમસ્યા : લોકડાઉન હોવા છતાં પલાયન થઇ રહેલા મજૂરો અંગે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગતી સુપ્રીમ કોર્ટ access_time 2:29 pm IST

  • સાંજે 7:30 વાગે દેશમાં 96 કોરોના દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં 186 કેસો નોંધાયા છે, ત્યારબાદ કેરાળા બીજા નંબરે 182 કેસો છે. access_time 8:52 pm IST