Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનામા સેનાના કમાન્ડ હોસ્પિટલના કર્નલ રેન્કના ડોક્ટર પણ સપડાયા: કોરોન્ટાઇન કરી લેવાયા

ભારતીયસ સેનામાં વધુ એક કોરોના પોઝિટિવ :તેમના સાથીઓની પણ તપાસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ સતત થઇ રહ્યો છે. હવે ભારતીય સેનામાં વધુ એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સૂત્રોના અનુસાર કલકત્તામાં સેનાના કમાન્ડ હોસ્પિટલમાં એક કર્નલ રેન્કના ડોક્ટરને કોવિડ-19થી પોઝિટિવ મળી આવ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે કર્નલ રેન્કના ડોક્ટર તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં હતા. હાલ ડોક્ટરને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને જરૂરી સાવધાની વર્તવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના સાથીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

આ પહેલાં પણ સેના સાથે જોડાયેલા કોરોના વાયરસના કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલાં સેનામાં લદ્દાખમાં એક જવાન કોરોના વાયરસથી પોઝિટિવ મળી આવ્યા હતા. તેમના પિતા તાજેતરમાં જ ઇરાનથી પરત ફર્યા હતા અને તેમના સેમ્પલ પોઝિટિવ નિકળ્યા. ત્યારબાદ જવાનને કોરોન્ટાઇન કરવામાં આવ્યા. 

તો બીજી તરફ દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 6.80 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દુનિયામાં કોરોના વાયરસના કારણે 32 હજારથી વધુ લોકોના મોત થયા છે

(12:00 am IST)