Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે લડત : રેલવે અને એરપોર્ટ ઓથોરિટીએ પ્રધાનમંત્રી રાહતકોષમાં આપ્યા 171 કરોડ રૂપિયા

રેલવેના તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર આપશે : એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ 20 કાયોર્ડની મદદકરશે

નવી દિલ્હી : કોરોના વાયરસના સંક્રમણ સામે લડત માટે ભારત સતત પોતાની કોશિશોમાં લાગેલુ છે ભારતમાં પણ સતત સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યુ છે અને આ સંખ્યા 1000ને પાર પહોંચ્યો છે દેશભરમાં લોકડાઉન છે સંકટની આ ઘડીમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી છે કે પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન આપે. પ્રધાનમંત્રીની અપીલ બાદ દેશભરમાંથી લોકો આ રાહતકોષમાં દાન કરી રહ્યા છે.
ભારતીય રેલવે અને વિમાન ઉડ્ડયન સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની સેલેરીનો એક હિસ્સો આ રાહત કોષમાં દાન કરવાની ઘોષણા કરી છે. રેલવેએ 13 લાખ કર્મચારી કોરોનાના ખતરાને જોતા પીએમ કેર્સ ફંડમાં જમા કરશે પોતાનો એક દિવસનો પગાર જમા કરશે  આ તમામ કર્મચારી કુલ 151 કરોડ રૂપિયાની મદદ પીએમ કેર ફંડમાં કરશે. આ ઉપરાંત એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના બધા કર્મચારીઓને 20 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની મદદની ઘોષણા કરી છે.
એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા તરફથી એ અંગેની માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે આપણા કર્મચારીઓએ 20 કરોડ રૂપિયાની મદદની રકમ ભેગી કરવામાં આવી છે જેને પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં દાન કરવામાં આવશે, જેથી કોવિડ-19ની મહામારી સામે લડી શકાય. જેથી પહેલા સમાજના દરેક વર્ગના લોકોએ પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ હાથ આગળ વધાર્યો હતો.

(12:00 am IST)