Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના વાયરસનો આતંક હજુય જારી : મૃતાંક વધી ૨૭ થઇ ગયો

નવા કેસોની સાથે કેસોની સંખ્યા વધીને ૧૦૨૪ પર પહોંચી : લોકડાઉનના પાંચમાં દિવસે ઘણા વિસ્તારમાં જાહેરમાં લોકો દેખાયા : સરકાર તરફથી વધુ કડક નિયમો અમલી :મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા ૨૦૦થી વધારે

નવી દિલ્હી, તા.૨૯ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ સંખ્યા વધીને ૧૦૦૦થી ઉપર પહોંચી ચુકી છે. મોતનો આંકડો પણ વધીને ૨૭ ઉપર પહોંચી ચુક્યો છે. કોરોના વાયરસનો સૌથી ખતરનાક આતંક છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રહ્યો છે જ્યાં ૮૨૮ લોકોના મોત થયા છે. કોરોના વાયરસના લીધે મહારાષ્ટ્રમાં આજે બીજા બે મોત થયા હતા જેથી રાજ્યમાં મોતનો આંકડો આઠ ઉપર પહોંચ્યો હતો જ્યારે ગુજરાતમાં વધુ એકના મોત સાથે પાંચ થયો હતો. બીજી બાજુ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં આંકડો ૧૦૨૪ સુધી પહોંચી ચુક્યો છે. લોકડાઉનના કારણે કોરોના રોકાશે નહીં. ત્રીજા તબક્કાના ઇન્ફેક્શનને રોકવા માટે જીપીએસનો વિકલ્પ અપનાવવો પડશે તેવો મત નિષ્ણાતો આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૨૨ નવા કેસો અને દિલ્હીમાં ૨૩ નવા કેસો સપાટી ઉપર આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૨૦૩ ઉપર પહોંચી છે.

           વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. દેશમાં ૮૭ લોકો સ્વસ્થ થઇને હોસ્પિટલમાંથી ઘરે જતા રહ્યા છે. ૨૭ના મોત થયા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૭ રાજ્યોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. લોકડાઉનના પાંચમાં દિવસે પણ ઘણી જગ્યાએ લોકો બહાર નિકળ્યા હતા.

              આવી સ્થિતિમાં સ્થિતિ વિકટ બની રહી છે. તમામ રાજ્યો અને જિલ્લાઓને સરહદ સીલ કરવાની સૂચના આપવામાં આવી ચુકી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટર્માં કેસોની સંખ્યા સૌથી વધારે છે.દેશના ૨૭ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે.  મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની સ્થિતી રહેલી છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૭ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે.

             ભારતમાં ૪૭ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૮૭ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ૨૭ લોકોના મોત થયા છે. કારણે સૌથી વધારે પ્રભાવિત છે.વિદેશમાં ફસાયેલા ભારતીયોનેપરત લાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.ખતરનાક સ્વરૂપની અસરને ટાળવા માટે દેશભરમાં કઠોર રીતે લોકડાઉનની સ્થિતી હોવા છતાં દેશના જુદા જુદા ભાગોમાં કોરોનાના નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. જે ચિંતાઉપજાવે છે. છેલ્લા પાંચ દિવસના ગાળામાં ભારતમાં દરરોજ સરેરાશ ૫૬ કેસો નોંધાઇ રહ્યા છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, દિલ્હીમાં વધુ કેસ

નવીદિલ્હી,તા. ૨૯ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ સંખ્યા વધીને ૧૦૦૦થી ઉપર પહોંચી ચુકી છે. મોતનો આંકડો પણ વધીને ૨૭ ઉપર પહોંચી ચુક્યો છે. કોરોના વાયરસનો સૌથી ખતરનાક આતંક છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રહ્યો છે જ્યાં ૮૨૮ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૧૯

૦૦

છત્તીસગઢ

૦૮

૦૦

દિલ્હી

૪૯

૦૧

ગુજરાત

૬૩

૦૧

હરિયાણા

૩૩

૧૪

કર્ણાટક

૭૬

૦૦

કેરળ

૧૮૨

૦૮

મહારાષ્ટ્ર

૨૦૧

૦૩

ઓરિસ્સા

૦૩

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૩૮

૦૦

૧૨

રાજસ્થાન

૫૨

૦૨

૧૩

તેલંગાણા

૪૬

૧૦

૧૪

ચંદીગઢ

૦૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૩૧

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૫૪

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૪

૦૧

૧૯

બંગાળ

૧૫

૦૦

૨૦

તમિળનાડુ

૩૪

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૩૦

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૩૧

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૫

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૦૯

૦૦

(12:00 am IST)