Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના સત્યાગ્રહમાં ફુટબોલની રમતનો એક માધ્યમ ભૂમિકા બની હતી

ગાંધીજી આફ્રિકામાં એક ફૂટબોલ કલબના મેનેજર પણ હતાઃ તેમજ પોતાની ફુટબોલ ટીમને રમતની સાથે અહિંસા અને સત્યના માધ્યમથી સંઘર્ષ કરતા રહેવાનું પણ શિખવતા હતા.

જોહાનિસબર્ગ,30 : રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીના સત્યાગ્રહ,ઉપવાસ અને અહિંસા જેવા અનેક પાસાઓથી લોકો વાકેફ છે. પરંતુ દુબળું પાતળું શરીર ધરાવતા આ મહાપુરુષને ફુટબોલની રમતમાં પણ રસ ધરાવતા હોવાનું ખૂબજ ઓછા લોકો જાણે છે. નવાઇની વાત તો એ છે કો દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના સત્યાગ્રહમાં ફુટબોલની રમતનો એક માધ્યમ તરીકે ઉપયોગ પણ કર્યો હતો.

૧૮૯૪માં અંગ્રેજોના કાળા કાયદા સામે પોતાની વાતનો પ્રચાર પ્રસાર ફુટબોલની રમત વડે સૌ પ્રથમવાર શરૃ કરેલો. ગાંધીજીએ જોયું કે દક્ષિણ આફ્રિકાના વંચિત વર્ગના લોકોને પણ ફુટબોલ પ્રત્યે સારો લગાવ છે. ૧૮૮૦માં ડર્બન ખાતે પહેલી વાર ફુટબોલ કલબની સ્થાપના થઇ તેના પગલે ૧૮૮૬માં ઇન્ડીયન ફુટબોલ કલબની પણ સ્થપાઇ હતી.

આથી ફુટબોલ રાજકિય વિચારોના પ્રસાર માટે અત્યંત અસરકારક સાબીત થઇ શકે તેમ હતી .આથી જ તો ગાંધીજી જોહાનિસબર્ગ અને પ્રિટોરિયા ખાતે પેસિવ રિસિસ્ટર નામની ફુટબોલ કલબના મેનેજર પણ બન્યા હતા. ગાંધીજી પોતાની ફુટબોલ ટીમને રમતની સાથે અહિંસા અને સત્યના માધ્યમથી સંઘર્ષ કરતા રહેવાનું પણ શિખવતા હતા. તેઓ એ પણ માનતા કે રમતમાં સમુહભાવના કેળવવાની અદભુત ક્ષમતા પડેલી છે.

ફિનિકસ ઉપરાંત વાલસ્તાપ ફાર્મ નામનું સ્થળ હતું જે અહી રમાતી ફુટબોલ રમતની રકમનો ઉપયોગ રંગભેદી કાનુન સામે લડનારા ગરીબ પરિવારો માટે થતી હતી. ૧૯૧૦માં જોહાનિસબર્ગ અને પ્રિટોરિયાની ટીમો વચ્ચે ફુટબોલ મેચ રમાયેલી જોનો ઉદેશ અલગતાવાદી કાળા કાયદા સામે અવાજ બુલંદ કરીને ધરપકડ વ્હોરી લેનારા ૧૦૦ કમરેડોની ધરપકડનો વિરોધ્ધ કરવાનો હતો.ગાંધીજી બેરિસ્ટરનું ભણવા ગયા ઇંગ્લેન્ડ ગયા ત્યાં પણ સૌ પ્રથમ વાર ફુટબોલ રમતના વિવિધ પાસાઓ અંગે પ્રથમ વાર જાણકારી મેળવી હતી.

 

(11:41 pm IST)