Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જયા કિશોરીએ 10 વર્ષની ઉંમરમાં જ સુંદરકાંડના પાઠ ને લીધે લોકપ્રિયતા વધીને વિદેશો સુધી ફેલાઈ

ઈન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન, યૂ ટયૂબ- 1.95 મિલિયનફેસબુક- 8.8 મિલિયન,ટ્વીટર- 92.8 હજાર સોશિયલ મીડિયા પર તેમના ફોલોવર્સ નોંધાયા

નવી દિલ્‍હીઃ રાજસ્થાનના રહેવાસી જયા કિશોરી નાની ઉંમરમાં જ સાર્વજનિક સભાઓમાં ભજન, કીર્તન અને કથા વાચન કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જયા કિશોરીએ 10 વર્ષની ઉંમરમાં જ સુંદરકાંડના પાઠ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ત્યારથી તેમની લોકપ્રિયતા વધી ગઈ અને વિદેશો સુધી ફેલાઈ.

જ્યારે બાગેશ્વર ધામ એટલે કે કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લાલન-પાલન પણ ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણાં થયું છે. મધ્યપ્રદેશ અને છતીસગઠમાં તેમના પિતા અને દાદા બંનીની ઓળખ કથાવાચક તરીકે રહી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાળપણથી જ કથાવાચનના ગુણ શીખતા ગયા.

જયા કિશોરીની ઉંમર 27 વર્ષ છે. તેમનો જન્મ 13 એપ્રિલ 1995એ રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. હાલમાં તે કોલકત્તામાં રહે છે. પોતાની મધુર વાણી અને સુંદર ભાષા શૈલીના કારણે જયા કિશોરી છેલ્લા દોઢ દાયકાથી વધારે સમયથી દેશ અને વિદેશોમાં પ્રવનચન કરી રહી છે. જો સોશિયલ મીડિયા પર તેમના ફોલોવર્સની વાત કરવામાં આવે તો

ઈન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન

યૂ ટયૂબ- 1.95 મિલિયન

ફેસબુક- 8.8 મિલિયન

ટ્વીટર- 92.8 હજાર

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ઉંમર 26 વર્ષ છે. તેમનો જન્મ 4 જુલાઈ 1996માં મધ્યપ્રદેશના છતરપુરના ગડારાજ ગામમાં થયો હતો. અહીંયા જ બાગેશ્વર ધામ છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાખો લોકોના મનની વાત જાણવાને લઈ હાલમાં ચર્ચામાં છે. તેમની સભાઓમાં લાખો લોકો પહોંચે છે. સોશિયલ મીડિયા પર તેમના ફોલોવર્સની વાત કરવામાં આવે તો

ઈન્સ્ટાગ્રામ પર 16.2 હજાર

યૂ ટયૂબ- 36.6 લાખ

ફેસબુક- 30 લાખ

ટ્વીટર- 72.2 હજાર

હાલમાં જયા કિશોરી અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે પણ બંને વચ્ચે ઘણુ અંતર પણ છે. જયા કિશોરી દેશ સિવાય વિદેશોમાં પણ પોતાનું પ્રવચન અને ગાયન શૈલીને લઈ ખુબ જ લોકપ્રિય છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ વાળા બાબા તરીકે લોકપ્રિય છે. સૌથી ખાસ વાત એ છે કે જયા કિશોરી પોતાની સામે બેઠેલા લોકોનું દિલ જીતી લે છે તો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કોઈના મનનું શું ચાલી રહ્યું છે તે જણાવી દે છે.

(11:08 pm IST)