Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

4 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ વચ્ચે બની રહેલ 1390 કિલોમીટર લાંબો અંતર કાપતી એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનનું નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્ઘાટન કરશે

દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત થઈને મહારાષ્ટ્ર સુધીનું અંતર કાપશેઃ આ એક્સપ્રેસ વે સાત જિલ્લાઓ એટલે કે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવામાંથી પસાર થાય છે

નવી દિલ્હીઃ  PM નરેન્દ્ર મોદી શનિવારે 4 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ પછી દેશની રાજધાની દિલ્હી અને રાજસ્થાનની રાજધાની જયપુર વચ્ચેની મુસાફરી માત્ર બે કલાકમાં પૂર્ણ થશે. દિલ્હી અને મુંબઈ વચ્ચે બની રહેલ એક્સપ્રેસ વે 1390 કિલોમીટર લાંબો છે, જેના કારણે દિલ્હી-મુંબઈ વચ્ચેની મુસાફરી 24ને બદલે માત્ર 12 કલાકમાં પૂર્ણ થશે. આ એક્સપ્રેસ વે આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. તે આઠ લેનનો એક્સપ્રેસવે છે જેને 12 લેન સુધી વધારી શકાય છે. તે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પીએમ મોદીએ ગયા વર્ષે જુલાઈમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસ વેનું કામ 28 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) ના નેજા હેઠળ લગભગ રૂ. 14,850 કરોડના ખર્ચે ચાર લેનનો એક્સપ્રેસવે બાંધવામાં આવ્યો છે અને તેને વધુ છ લેન સુધી વિસ્તારી શકાય છે. આ એક્સપ્રેસ વે ચિત્રકૂટ જિલ્લાના ભરતકુપ નજીકના ગોંડા ગામ ખાતેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-35થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ સુધી વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. આ એક્સપ્રેસ વે સાત જિલ્લાઓ એટલે કે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવામાંથી પસાર થાય છે.-

 

(10:55 pm IST)