Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બિહારના આરાના ભોજપુરમાં સરસ્‍વતીની પુજામાં ડાન્‍સર બોલાવીને આખી રાત અશ્‍લીલ ગીતો પર ડાન્‍સ કર્યોઃ હવામાં ફાયરીંગ પણ કર્યુ

વીડીયો સોશ્‍યલ મીડીયામાં વાઇરલઃ

પટનાઃ બિહારના આરાના ભોજપુરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. સરસ્વતીની પૂજામાં લોકોએ ડાન્સર બોલાવીને આખી રાત અશ્લીલ ગીતો પર ડાન્સ કર્યો હતો એટલું જ નહી પરંતુ ભાન ભૂલેલા લોકો હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.

ગામમાં રેતી માફિયાઓના પુત્રોએ અશ્લીલ ગીતો પર ડાન્સરો સાથે પિસ્તોલ સાથે ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયો કોયલવાડ પોલીસ સ્ટેશન વિસ્તારના પંચરૂખિયા કાલા ડેમ નજીકનો છે. ગામ વતી સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ કળશ સ્થાપના બાદ બીજા દિવસે ડાન્સ માટે મહિલા ડાન્સરોને બોલાવાઈ હતી.
સરસ્વતી પૂજાના નામે આખી રાત અશ્લીલ ગીતો પર ડાન્સ થતો રહ્યો અને પોલીસ ઊંઘતી રહી. ચાલુ ડાન્સમાં કુખ્યાત સેન્ડ માફિયા પાંડે જૂથના સભ્યો અને તેમના પુત્રો પોતાની જાતને રોકી શક્યા નહીં અને હાથમાં હથિયાર લઈને તે સ્ટેજ પર ચઢી ગયા અને ડાન્સરો પર ચલણી નોટો ફેંકવા લાગ્યા, આ દરમિયાન તેમણે ફાયરિંગ પણ કર્યું હતું.
યુવકોએ મોઢામાં સિગરેટ નાખીને ગોળીબાર કર્યો અને ડાન્સરો પર પૈસા ફેંક્યા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એસપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયોના આધારે કોયલવાડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને એફઆઇઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આરોપી સત્યેન્દ્ર પાંડેનો પુત્ર છે, જે આ વિસ્તારમાંથી ફરાર છે

(10:50 pm IST)