Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મુળ ભારતની મહિલાઓ અમેરિકામાં મોટા પદ સોભાવી રહી છેઃ શાસક પાર્ટીઅે ભારતીય મુળની યુવતીને મોટુ પદ સોંપ્‍યુ

સૌથી નાની વયની મહિલાને મોટુ પદ અપાયું

નવી દિલ્‍હીઃ ભારતીય મૂળની મહિલાઓ અમેરિકામાં મોટા મોટા પદ શોભાવી રહી છે. હવે અમેરિકાની શાસક પાર્ટી ડેમોક્રેટિકે ભારતીય મૂળની યુવતી એક મોટું પદ સોંપ્યું છે. રાજકીય સલાહકાર શાસ્તી કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આ સાથે જ તેઓ અમેરિકામાં સ્ટેટ પાર્ટી ચીફ તરીકે ફરજ બજાવનાર સૌથી નાની વયની અને પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા બની ગયા છે. વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આજે, શાસ્તી કોનરાડને વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટ્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે." કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટ્સના પ્રમુખ તરીકે ચૂંટાયેલી પ્રથમ અશ્વેત અને સૌથી નાની વયની મહિલા છે.

ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું-શાસ્તી
સ્ટેટ પ્રેસિડન્ટ બન્યાં બાદ શાસ્તીએ કહ્યું કે સ્ટેટ પાર્ટીના પ્રમુખ તરીકે ઉત્કૃષ્ટ સફળતાને આગળ વધારવાની તક મળવા બદલ હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. હું દરેક સમુદાયના ડેમોક્રેટ નેતાઓ સાથે ફિલ્ડ ઓપરેશન હાથ ધરવા માટે કામ કરવા આતુર છું. કોનરાડે 2018 થી 2022 સુધી માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર કાઉન્ટી ડેમોક્રેટ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે પ્રથમ વખત સત્તા સંભાળી ત્યારે દેવામાં ડૂબેલી કાઉન્ટી પાર્ટી ઓર્ગેનાઇઝેશન માટે લગભગ 300,000 યુએસ ડોલર એકત્ર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલમાં ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે અને જો બાયડન પ્રેસિડન્ટ છે. ડેમોક્રેટિક પાર્ટીએ એક ભારતીય મૂળના મહિલાને ખૂબ મોટી જવાબદારી સોંપી છે.

 

(9:16 pm IST)