Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ફોલ્ડ કરીને ગમે ત્યાં લઈ જઈ શકાય એવી કાર બનાવાઈ

ઈઝરાયેલ દ્વારા વિશેષ પ્રકારની કાર બનાવાઈ : કારનું વજન ૪૫૦ કિલોગ્રામ છે એટલે ક્યાય પણ લઈ જવામાં પણ સરળતા પડે તેવી આ કારની રચના કરાઈ

જેરૃસલેમ, તા.૩૦ : દેશ વિદેશમાં ટેકનોલોજી રોજે રોજ કાંઈક નવુ લાવી રહી છે. એવામાં ઈઝરાયેલ દ્વારા અત્યારે એક વિશેષ પ્રકારની ઈલેક્ટ્રિક કાર બનવવામાં આવી રહી છે. આ કારની ખાસિયત એ છે કે તમે તેને ફોલ્ડ કરી ગમે તે જગ્યા પર લઈ જઈ શકો છો અને તેનુ વજન પણ માત્ર ૪૫૦ કિલોગ્રામ છે એટલે ક્યાય પણ લઈ જવામાં પણ સરળતા પડે તેવી આ કારની રચના કરવામાં આવી છે.  ઈઝરાયેલ દ્વારા તૈયાર થતી આ કાર ટુંક સમયમાં જ બજારમાં આવવાની તૈયારીમાં છે.  ઈઝરાયેલમાં તૈયાર થઈ રહેલ આ મિની ઈલેક્ટ્રિક સીટી-૨ થોડા જ સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે. શરુઆતમાં આ કાર યુરોપની બજારમાં ઉતારવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર આગામી ૨૦૨૪ સુધી તેને માર્કેટમાં ઉતારવાની યોજના છે. આ કારની વિશેષતા એ છે કે તમે તેને ફોલ્ડ કરી ગમે તે જગ્યા પર લઈ જઈ શકો છો અને તેનુ કદ ખૂબ નાનુ છે. તેમજ તેની ડિઝાઈન પણ ખુબ આકર્ષક છે. કંપનીનું કહેવુ છે કે વધતા ટ્રાફિક અને ભારે ભીડમાં આ કાર મહત્વની સાબિત થઈ શકે છે. અને તે મિની ઈલેક્ટ્રિક માત્ર ૧૦૦ સેન્ટીમીટરની જગ્યામાં સરળતાથી પાર્ક કરી શકાશે. આ સાથે તેમાં બેટરી ડીસીચાર્જર સાથે તે ૧ કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. કંપનીએ કાર વિશે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ કાર માટે કંપનીએ અત્યાર સુધી ૨૦ મિલિયન ડોલર લગાવી ચુકી છે. અને શરુઆતમાં તે દર વર્ષે ૧૫૦૦૦ કાર તૈયાર કરશે. જો કે કંપનીએ તેના પ્લાન્ટ વિશે હાલમાં કોઈ જાણકારી આપી નથી.

 

 

(8:22 pm IST)