Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કાશ્મીર માં ભારે બરફ વર્ષા વચ્ચે ભારત જોડો યાત્રા નું સમાપન : સંબોધન માં રાહુલ ગાંધી એ કહ્યું કે જેને તમે કાશ્મીરીયન કહો છો તેને હું મારુ ઘર માનું છું

રાહુલ ગાંધી એ કાશ્મીર માં જણાવેલ કે કાશ્મીર માં ભારે હિમવર્ષા થઇ રહી છે ગરમીમાં તમને ગરમી નહીં તથા શિયાળામાં ઠંડી લાગતી નહીં આ દેશ ભક્તિ છે યાત્રા માં એવું લાગ્યું હતું આ યાત્રા પુરી કરી શકીશ કે કેમ ...?

કાશ્મીરમાં ભારે બરફવર્ષા વચ્ચે ભારત જોડો યાત્રાનું સમાપન પર સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું, હું હંમેશા સરકારી ઘરમાં રહ્યો, મારા માટે આવાસ ઘર નથી, પરંતુ જીવન જીવવાની રીત છે, જેને તમે કાશ્મીરિયત કહો છો, તેને હું મારૂ ઘર માનું છું.

એક સમય એવો પણ હતો કે મને લાગ્યું કે, હવે હું વધારે ચાલી શકીશ નથી.

કાશ્મીરમાં વર્તમાનમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. આ હિમવર્ષા વચ્ચે જનતાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગરમીમાં તમને ગરમી લાગી નહીં અને શિયાળામાં તમને ઠંડી લાગી નહીં, આ દેશની શક્તિ છે. જ્યારે પ્રિયંકાએ મારા મેસેજનો ઉલ્લેખ કર્યો તો મારી આંખો ભરાઇ ગઇ, ખાસ કરીને આવું ઘણી ઓછી વખત થાય છે. આ યાત્રામાં એવું પણ લાગ્યું હતુ કે, ખબર નહીં આ પૂરી કરી શકીશ કે નહીં, પરંતુ કરી શક્યો. એક સમય એવો આવ્યો કે મને લાગ્યું કે ના હું ચાલી શકીશ. જ્યારે એક સમય એવો પણ આવ્યો હતો , જ્યારે લાગ્યું કે ચાલી શકીશ નહીં. તે સમયે એક બાળકી દોડતી મારા પાસે આવી અને તેને કહ્યું કે, તમારા માટે કંઇક લખ્યું છે, અત્યારે વાંચતા નહીં, પછી વાંચજો. તેને લખ્યું હતુ કે, તમારા ઘૂંટણોમાં દુખાવો છે અને તેથી જ્યારે તમે તેના ઉપર વજન નાંખો છો, ત્યારે વધારે દુખાવો થાય છે. હું તમારા સાથે ચાલી શકતી નથી કેમ કે મારા માતા-પિતા ચાલવા દેતા નથી, પરંતુ મને ખ્યાલ છે કે તમે મારા માટે ચાલી રહ્યો છો અને તે વાંચીને મારો દુખાવો ગાયબ થઇ ગયો.

મને નાના બાળક મળ્યા જેઓ ભીખ માંગતા હતા, તેમના પાસે કપડા નહતા, હું તેમના ગળે લાગ્યો તો તેઓ ઠંડીથી કાંપી રહ્યાં હતા, તેમને કદાચ ખાવાનું પણ મળ્યું નહતું. મને લાગ્યું કે, જો તેઓ સ્વેટર નહીં પહેરી રહ્યાં તો મારે પણ ના પહેરવું જોઈએ.

જ્યારે હું ચાલી રહ્યો હતો તો ઘણી બધી મહિલાઓ મને મળીને રડી રહી હતી, પરંતુ તેમાં અનેક એવી મહિલાઓ પણ હતી કે તેમના સાથે બળાત્કાર થયો, તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. હું તેમને પૂછતો કે પોલીસને જણાવી દઇ તો તેઓ કહેતી હતી કે નહીં માત્ર તમને જ જણાવવું હતુ, પોલીસને જણાવશો તો ઘણું બધુ નુકશાન થઇ જશે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંચથી સંબોધન કરતાં કહ્યું, મારા ભાઈ સપ્ટેમ્બરમાં પગપાળા કન્યાકુમારીથી અહીં સુધી ચાલવા નિકળ્યા હતા, પહેલા મને મુશ્કેલ લાગી રહ્યું હતુ. પરંતુ જ્યાં-જ્યાં ગયા લોકો બહાર આવ્યા, આ લોકો બહાર કેમ આવ્યા કેમ કે દેશના લોકોમાં એક ઝનૂન હતો, દેશના બંધારણ માટે ઝનૂન હતો. કાશ્મીરની જનતાનો ધન્યવાદ કે તમે અમારો ખુલ્લા દિલથી સ્વાગત કર્યું.

મને અને માંને રાહુલ ગાંધીએ અહીં આવ્યા તે પહેલા સંદેશ મોકલ્યો હતો કે, મને લાગી રહ્યું છે કે, હું મારા ઘરે જઈ રહ્યો છું. મને ગર્વ છે કે કોંગ્રેસે એક એવી યાત્રા કરી કે જેનું આખા દેશે સમર્થન કર્યું.

(7:39 pm IST)