Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ડાયાબિટીસથી લઈને ડેન્ગ્યુ અને મેલેરિયા સુધીના રોગોની સારવારમાં ગુડમારના પાન ખૂબ જ ફાયદાકારક

સવારે ઉઠતાવેંત જ ચાવી લો આ લીલા પાંદડા, ઝડપથી ઘટશે બ્લડ શુગર: તમે તમારા શુગર લેવલને કુદરતી રીતે કાબૂમાં રાખવા માંગતા હોવ તો દવાઓની સાથે કેટલાક ખાસ પાનનું પણ સેવન કરવું જોઈએ

નવી દિલ્હી: ડાયાબિટીસ એટલે માનવ શરીરમાં ખાંડમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે બ્લડ સુગરનું સ્તર ઊંચું આવવું. આ પ્રકારની સ્થિતિમાં તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે તમારા ઇન્સ્યુલિનને રેગ્યુલેટ કરી શકે એટલેકે લોહી અને તેમાં રહેલ ઘટકનું સ્તર જળવાઈ રહે.
નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા ખાદ્યપદાર્થો અને રફેજ ખાવાથી પણ ઇન્સ્યુલિન એક્ટિવ થાય છે.
આ સિવાય પણ કેટલીક કુદરતી વસ્તુઓ છે, જે લોહીમાં ઇન્સ્યુલિન વધારવાનું કામ કરે છે. જો તમે તમારા શુગર લેવલને કુદરતી રીતે કાબૂમાં રાખવા માંગતા હોવ તો દવાઓની સાથે કેટલાક ખાસ પાનનું પણ સેવન કરવું જોઈએ. આ પાંદડા ઇન્સ્યુલિનને રેગ્યુલેટ કરે છે.
ગુડમાર
ડાયાબિટીસથી લઈને ડેન્ગ્યુ અને મેલેરિયા સુધીના રોગોની સારવારમાં ગુડમારના પાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાધા પછી ગોળ કે ખાંડની મીઠાશનો અનુભવ થતો નથી. વાસ્તવમાં આ પાન ગોળ જેવા જ મીઠા હોય છે, પરંતુ તે શુગરને જ કાપે છે. આ પાન ખાવાથી મીઠું ખાવાની લાલસા પણ સમાપ્ત થઈ જાય છે. જો તમે તેને દરરોજ કાચું ચાવવાનું શરૂ કરો છો, તો તે ટેસ્ટ બડ પરના શુગર રીસેપ્ટર્સને બ્લોક કરે છે. ત્યારબાદ લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરતા નથી. આ સાથે તે ઇન્સ્યુલિન પ્રવાહ અને સેલ રિજનરેશન પર પણ કામ કરે છે.
કેવી રીતે ખાવું જોઇએ ગુડમાર ?
જો ગુડમારનું સેવન સારી રીતે કરવામાં આવે તો તમને અનેક પ્રકારના ફાયદા થઇ શકે છે. જો તમે ગુડમારના પાનને રોજ ખાલી પેટ ચાવવાથી ફાયદો થાય છે. બજારમાં મળતા ગુડમાર લિક્વિડ અને પાવડર પાણી સાથે લઇ શકાય છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં સદાબહાર ના ફૂલો અને પાંદડાઓનો પણ મોટો ફાળો રહે છે. જો તમે દરરોજ સવારે તેને ખાવાની ટેવ પાડી દો છો, તો તે તમારા ઇન્સ્યુલિનનું સ્તર જાળવી રાખવામાં પણ મદદ કરશે. આયુર્વેદમાં સદાબહાર ફૂલો અને પાંદડાને બ્લડ શુગરના લેવલને કાબૂમાં કરવા માટેની દવા તરીકે પણ ગણવામાં આવે છે.
સદાબહાર કેવી રીતે ખાવું?
તમે સદાબહારના પાંદડા અથવા ફૂલોને ચાવીને ખાઈ શકો છો અથવા તેને સૂકવી શકો છો અને પાવડર બનાવી શકો છો અને પછી તેને હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો.

(6:41 pm IST)