Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મખાણાં-બાફેલી મગફળી-રોસ્ટેડ ચણા-ફ્રૂટ ચાટ અને દલિયા અનેક રીતે ફાયદાકારક

ડ્રાય ફ્રૂટ્સમાં મખાણાં આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક: બાફેલી મગફળીમાં અનેક ગુણો

નવી દિલ્હી: જંકફૂડની જગ્યાએ આ ફૂડ ખાવાની આદત પાડો તમે ક્યારેય બિમાર નહીં પડો
રોસ્ટેડ મખાણાં
ડ્રાય ફ્રૂટ્સમાં મખાણાં આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મખાણાં ખાવાથી શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી થાય છે અને સાથે હેલ્થને ફાયદો થાય છે.
મખાણાં ખાવાથી હેલ્થ સારી રહે છે. ડોક્ટર્સ પણ અમુક બીમારીઓમાં મખાણાં ખાવાની સલાહ આપતા હોય છે. મખાણાં ખાવાથી ડાયજેશન સિસ્ટમ સારી થાય છે. મખાણાંને તમે દેશી ઘીમાં રોસ્ટ કરીને ખાઓ છો તો એનો સ્વાદ વધી જાય છે.
બાફેલી મગફળી
સવારના સમયે તમને ભૂખ લાગે છે તો તમે બાફેલી મગફળી ખાઓ. બાફેલી મગફળીને તમે ગોળની સાથે ખાવ છો તો અઢળક ફાયદાઓ મળે છે. બાફેલી મગફળીમાં અનેક ગુણો રહેલા છે. જે તમારા માટે એક હેલ્ધી સ્નેક્સનો વિકલ્પ છે.
રોસ્ટેડ ચણા
રોસ્ટેડ ચણા સ્વાદથી ભરપૂર હોય છે. ચણા અને ગોળ એ ઘોડાનો ખોરાક છે. ચણા ખાવાથી તાકાત આવે છે અને સાથે શરીરમાં એનર્જી બની રહે છે. ચણામાં રહેલી તાકાત હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જંકફૂડની જગ્યાએ તમે ચણા ખાઓ છો તો તે સૌથી બેસ્ટ છે.
ફ્રૂટ ચાટ
આજનાં આ સમયમાં જંક ફૂડનું ચલણ ખૂબ જ વધી ગયું છે. એવામાં તમે જંક ફૂડને ના કહીને ફ્રૂટ ચાટ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. ફ્રૂટ ચાટ તમારા શરીરમાં અનેક પ્રકારનાં વિટામિન્સની ઉણપ પૂરી કરે છે અને સાથે તે પૌષ્ટિક્તાથી ભરપૂર હોય છે.
દલિયા
ઘઉંમાંથી તૈયાર થતા દલિયા એક સદાબહાર હેલ્ધી ફૂડ છે. તમે થોડું કામ કરો અને થાકી જાવો છો તો દલિયાનું સેવન કરો. દલિયા તમારામાં એનર્જી લાવે છે અને સાથે અનેક ઉણપોને પૂરી કરવાનું કામ કરે છે.

(6:39 pm IST)