Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અદાણી ગ્રુપનો હિન્ડનબર્ગના પાયાવિહોણા આરોપોને વિગતો સાથે વળતો જવાબ

હિન્ડનબર્ગ રિસર્ચે કરેલા પાયાવિહોણા આરોપો અને ગેરમાર્ગે દોરતા મનઘડત અર્થઘટનોનો ધારદાર વળતો જવાબ જરૂરી દસ્તાવેજા સાથે ૪૦૦થી વધુ પાનામાં અદાણી સમુહે આપ્યોઃ બદઇરાદાઓ અને મોડસ ઍપરેન્ડી સામે જવાબો સાથે અદાણી ગ્રુપે સવાલો ઉઠાવ્યા

રાજકોટઃ હિન્ડનબર્ગ રિસર્ચે કરેલા પાયાવિહોણા આરોપો અને ગેરમાર્ગે દોરતા મનઘડંત અર્થઘટનોનો ધારદાર વળતો જવાબ જરુરી દસ્તાવેજો સાથે ૪૦૦થી વધુ પાનાઓમાં અદાણી સમૂહે રવીવારે આપ્યો છે. ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને અનુકૂળતા મુજબ  અવગણનાર હિંડનબર્ગના બદઇરાદાઓ અને મોડસ ઓપરેન્ડી સામે આ જવાબ સાથે અદાણી ગ્રૂપે સવાલો પણ ઉઠાવ્યા છે.

અદાણી ગ્રૂપે પાઠવેલા વિગતવાર વળતા જવાબમાં તેના શાસનના ધોરણો, વિશ્વશનીયતા, ક્રેડિટપાત્રતા, શ્રેષ્ઠ વ્યવહારો, પારદર્શક આચરણ, નાણાકીય બાબતો અને કામગીરીનો દેખાવ તથા કાર્યદક્ષતા જેવી બાબતો આવરી લેવામાં આવી છે. હિંડનબર્ગનો અહેવાલ અમારા શેરધારકો અને જાહેર રોકાણકારોના ભોગે નફો તારવી લેવાના સ્પષ્ટ હેતુ સાથે બનાવવામાં આવ્યો છે. તેના અહેવાલનો હેતુ ના તો "સ્વતંત્ર" છે કે ન તો "તટસ્થ’’ બલ્કે તે એક ચાલાકીભર્યો દસ્તાવેજ છે જે હિતોના ટકરાવથી પ્રેરીત અને તેનો ઇરાદો માત્ર ખોટો ફાયદો ઉઠાવવા અને સિક્યોરિટીઝમાં જુઠા  બજારનું સર્જન કરી ગલત લાભ રળી લેવાનો છે, જે સ્પષ્ટ રીતે ભારતીય કાયદા હેઠળ સિક્યોરિટીઝ છેતરપિંડીનું જાળું રચે છે.

એ ઉલ્લેખનીય છે કે હિન્ડેનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા ૮૮ પ્રશ્નો પૈકી ૬૮ એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જેની હકીકતો અદાણી ગૃપની કંપનીઓ દ્વારા તેમના સંબંધિત વાર્ષિક અહેવાલોમાં વખતોવખત સ્ટોક એક્ષચેંજને ડિસ્ક્લોઝર ઓફર કરવામાં આવતા મેમોરેન્ડમ,નાણાકીય નિવેદનોમાં પહેલાથી જ યોગ્ય રીતે જાહેર કરવામાં આવી ચૂકી છે. ૨૦ માંથી ૧૬ પ્રશ્નો જાહેર શેરધારકો અને તેમના ભંડોળના સ્ત્રોતો સંબંધિત છે, જ્યારે બાકીના ચાર આક્ષેપો  તથ્ય વિહોણા છે. ત્યારે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે હિંડનબર્ગે રોકાણકારોના ભોગે તેના ટુંકા સોદાઓના વેપારમાંથી લાભ ઉઠાવવાના બદઇરાદાથી તેના લક્ષિત વર્ગનું ધ્યાન ભટકાવવા માટે આ સવાલો ઉઠાવ્યા છે

’’બે વર્ષની તપાસ અને પૂરાવાઓ ખુલ્લા કર્યા છે’’ એવો આ અહેવાલમાં કરવામાં આવેલો દાવો ખોખલો છે. પરંતુ હકીકત એ છે કે વર્ષોથી પબ્લિક ડોમેનમાં  ઉપલબ્ધ જાહેર માહિતીમાંથી અનુકૂળતા મુજબની વિગતોની પસંદગી અને તેનો અપૂર્ણ અર્ક તારવીને મૂકવા સિવાય વિશેષ અન્ય કંઈ નથી. અદાણી સમૂહે અત્યાર સીધુનો ભારતનો સૌથી મોટો FPO માટેનું ભરણું શરુ થાય તે જ સમયે રોકાણકારો,સજાગ નાગરિકો અને નીતિ નિર્માતાઓને ગેરમાર્ગે દોરવાનું પસંદ કરનાર હિંડનબર્ગ સામે અદાણી સમૂહે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.

અદાણી સમૂહ તેના હિતધારકો માટે હંમેશા પૂરી પ્રતિબદ્ધતાથી જોડાયેલું રહ્યું છે અને શેરધારકો અને હિતરક્ષકોના પ્રચંડ સહયોગથી છેલ્લા 30 વર્ષોથી અમારી સાથે એક ઢાલ બનીને ઊભા રહ્યા છે તે માટે અમે ધન્યભાવ સાથે તેમનો આભાર પ્રગટ કરીએ છીએ .અદાણી સમૂહ ઉપર હિસ્સેદારોના અપ્રતિમ વિશ્વાસને ડગમગાવવાનો હિન્ડેનબર્ગ રિસર્ચનો આ પ્રયાસ નિઃશંક આઘાતજનક અને  'ગ્રોથ વીથ ગુડનેસ’ માટેની તેની પ્રતિબદ્ધતાને નબળી પાડવાનું હીન કૃત્ય છે.

માધ્યમોની પૂછપરછ માટે:રોય પૌલ : roy.paul@adani.com

 

 

 

 

 

 

હિંડનબર્ગ રિસર્ચને અદાણી ગ્રૂપના જવાબના અંશો

આક્ષેપો સામે અમારો જવાબ

 

આ ૮૮ પૈકી એક પણ સવાલ સ્વતંત્ર કે પત્રકારત્વના તથ્યની શોધખોળ  આધારિત નથી. તેઓ ફક્ત પસંદગીના જાહેર ખુલાસાઓ અથવા વાકચાતુર્ય સાથેની કપોળ કલ્પિત હકીકત તરીકે રંગીન અફવાઓના ગુબારાઓ છે.

આ અહેવાલમાં "૮૮ પ્રશ્નો"ના જવાબ માંગવામાં આવ્યા છે.તે પૈકી  ૬૫ એવા મુદ્દાઓ સાથે સંબંધિત છે જે અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ દ્વારા તેમની વેબસાઇટ્સ પર ઉપલબ્ધ તેમના વાર્ષિક અહેવાલોમાં સમયાંતરે સ્ટોક એક્સચેન્જને ઓફર કરવામાં આવતા ડિસ્ક્લોઝર પૈકીના મેમોરેન્ડમ,નાણાકીય નિવેદનો સંબંધી છે. બાકીના ૨૦ પ્રશ્નો પૈકી ૧૮ જાહેર શેરધારકો અને થર્ડ પાર્ટી (અને અદાણી પોર્ટફોલિયો કંપનીઓ નહીં) સંબંધિત છે, જ્યારે અન્ય પાંચ  કપોળ કલ્પિત તથ્યોની રસમો પર આધારિત પાયાવિહોણા આક્ષેપો છે.તેમ છતાં અમે આ તમામ પ્રશ્નોના જવાબો અમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ આપ્યા છે, જેનો અહીં સારાંશ આપ્યો છે:

જાહેર કરેલ, બદનામ કરતા અને ખોટા આક્ષેપો: આક્ષેપ નં. ૧, ૨, ૩, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦ આ કોઈ નવા તારણો રજૂ કરતા નથી અને ફક્ત આક્ષેપો જ ઉલેચ્યા  છે, જે ન્યાયિક રીતે અયોગ્ય છે અને અમે અમારા રોકાણકારો અને નિયમનકારો સમક્ષ પણ જાહેર કર્યા છે.

ઉદાહરણ તરીકે, હીરાની નિકાસને લગતા કેટલાક આરોપોના સંબંધમાં બહુવિધ વર્ણનો ખોટી રીતે  ચગાવવામાં આવી રહ્યા છે, આ તમામ બાબતો એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT) દ્વારા અમારી તરફેણમાં બંધ કરવામાં આવી છે. આ નિર્ણયને સર્વોચ્ચ અદાલત દ્વારા વધુ બે વાર પુષ્ટિ આપવામાં આવી છે, હિન્ડેનબર્ગના રિપોર્ટમાં આ હકીકત ઇરાદાપૂર્વક અવગણવામાં અને  છુપાવવામાં આવી છે (એપેલેટ ટ્રિબ્યુનલની યોગ્યતા પર પાયાવિહોણા દાવાઓ સાથે પુરાવાઓની અવગણના કરી પ્રશ્નો ખડા કર્યા છે જે આંચકાજનક છે).

 

હકીકતમાં કાયદાનું પાલન કરતા અને અને યોગ્ય વ્યાપારી શરતો પર કરવામાં આવેલા સોદાઓ સાથે સંલગ્ન બાબતોના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે: આરોપ નં. ૯, ૧૫, ૧૯, ૨૪, ૨૫, ૩૨, ૩૩, ૩૫, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, ૫૩, ૫૪, ૫૫, ૫૬, ૫૭ ૫૮, ૫૯, ૬૦, ૬૧, ૮૧, ૮૨ અને ૮૩ અદાણી સમૂહની પ્રતિષ્ઠાને ખરડાવવાના અને એકતરફી છાપ  દોરવા માટે અદાણી કંપનીઓના નાણાકીય નિવેદનોમાં જાહેર કરેલી એકની એક વિગતો ફરીથી પસંદ કરવામાં આવી  છે. આ જાહેરાતો પહેલાથી આની સમીક્ષા કરવા માટે લાયક અને સક્ષમ  થર્ડ પાર્ટી દ્વારા મંજૂર કરવામાં આવી છે (અજાણ્યા વિદેશી શોર્ટ સેલરને બદલે) જે પ્રવર્તમાન એકાઉન્ટિંગ ધોરણો અને તે સંલગ્ન લાગુ કાયદાને અનુરૂપ છે

હિંડનબર્ગનો દૂષિત ઇરાદો સ્પષ્ટપણે તેના પેડલિંગ માળખાંમાંથી વાસ્તવમાં જોઈ શકાય છે જે કોર્પોરેટ ગવર્નન્સ સાથે સુસંગત નથી. દાખલા તરીકે, ટર્મિનલ્સના ઉપયોગ માટે પ્રમાણભૂત સિક્યોરિટી ડિપોઝિટ (લાંબા ગાળા માટે લેવામાં આવતી અથવા ચૂકવણીના કરાર હેઠળની એક સામાન્ય સુવિધા) ચૂકવવા માટે NQXT સાથે અદાણી એન્ટરપ્રાઇઝિસના સંપૂર્ણ જાહેર કરાયેલ વ્યવહાર (જૂઓ હિન્ડેનબર્ગ રિપોર્ટનો આરોપ ૬૧) પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. એવું જણાય છે કે હિંડનબર્ગ એ સૂચવે છે કે NQXT (પોતાના અધિકારમાં અને તેના પોતાના નિયમોને આધીન એક કોર્પોરેટ એન્ટિટી) એ અદાણી એન્ટરપ્રાઈઝને કોઈ પણ પ્રકારના ચાર્જ વિના લાંબા ગાળા માટે ટર્મિનલ્સ પૂરા પાડવા જોઈએ -આ એક વ્યવહાર કોઇ શરતો વિના સંબંધિત પક્ષને લાભ પૂરો પાડવાનો હશે.

વધુ એક ઉદાહરણ આપી (હિન્ડેનબર્ગ રિપોર્ટના આરોપ ૪૧માં) તેઓએ ખોટો દાવો કર્યો છે કે ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ DMCC એ મહાન એનર્જનને યુએસ ડોલર ૧ બિલિયનની લોન આપી હતી. આ બાબતની સરળ હકીકત એ છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા યોગ્ય રીતે ભારતીય નાદારી સંહિતા હેઠળ મંજૂર કરાયેલ રિઝોલ્યુશન પ્લાન્ટના ભાગ રૂપે ઇમર્જિંગ માર્કેટે તેના ધિરાણકર્તાઓ પાસેથી યુએસ ડોલર ૧૦૦ માટે મહાન એનર્જેનનું યુએસ ડોલર ૧ બિલિયનનું "બિનટકાઉ કરજ" મેળવ્યું હતું. અમારા હિસ્સેદારો અને જનતાના મનમાં શંકા પેદા કરવા માટે જેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે અને  જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છે તેવા આ ચોખ્ખા વ્યવહારો પર સવાલ ઉઠાવવાના આ ગંદા પ્રયાસો છે,

 

વર્તમાન લાગુ કાયદા અને ધારાધોરણોને ધ્યાનમાં લીધા વિના કથિત રૂપે "સંબંધિત પક્ષો" હોવાના ઓફશોર એન્ટિટી સંલગ્ન  ભ્રામક દાવાઓ: આ અહેવાલના આરોપ નં.૪, ૩૬, ૩૭, ૩૮ અને ૩૯ ઓફશોર એન્ટિટીના સંદર્ભમાં છે. સંબંધિત પક્ષો અને સંબંધિત પક્ષકારોના વ્યવહારોને લગતા ભારતીય કાયદાઓને સમજ્યા વિના કે કોઈપણ પુરાવા વિના અને માત્ર ટકી ના શકે તેવી ધારણાઓ બાંધી પ્રશ્નો ખડા કરી અવિચારી નિવેદનો કરવામાં આવ્યા છે.

 

અદાણી પોર્ટફોલિયોમાં ગવર્નન્સ પ્રેક્ટિસની દૂષિત જૂઠી રજૂઆત પર આધારિત ખોટા સૂચનો : આરોપ નં. ૩૪, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦ અને ૭૧માં પસંદગીની માહિતીનો ઉપયોગ સંકેતો આપવા માટે કર્યો છે, હકીકત એ છે કે અદાણી પોર્ટફોલિયોએ સૂચારું સંચાલન માટે અમારી કોર્પોરેટ સામાજિક જવાબદારી સમિતિ સહિત વિવિધ કોર્પોરેટ શાસનની નીતિઓ અને સમિતિઓની સ્થાપના કરી છે. કારોબારના ESG દેખાવ વિશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વાકેફ રાખવાનું કાર્ય ફક્ત સ્વતંત્ર ડિરેક્ટર્સનું છે. દાખલા તરીકે, હિંડનબર્ગે દાવો કર્યો છે કે અદાણી પોર્ટફોલિયો એન્ટિટીને ચીફ ફાયનાન્સિયલ ઓફિસરને સાચવી રાખવાનો "મુશ્કેલ સમય" આવ્યો છે અને તે "રેડ ફ્લેગ" છે. હિન્ડેનબર્ગનો આ રિપોર્ટ આસાનીથી એ ઉલ્લેખ કરવામાં નિષ્ફળ ગયો છે કે કંપની સામેની કોઈપણ કથિત ચિંતાઓને પગલે કોઈપણ કંપનીઓ અંતર્ગત ક્યારેય એકપણ રાજીનામું આપવામાં આવ્યું નથી.

આ રિપોર્ટ જ્યાં તેના હેતુઓને ઉજાગર કરે છે તેનું બીજું ઉદાહરણ એ છે કે "ગૂંચવણભરી રચનાઓ" અને પેટાકંપનીઓની બહુવિધતાનો પ્રશ્ન છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં, ખાસ કરીને ભારત જેવી વિશાળ ભૌગોલિક સ્થિતિમાં મોટા ભાગના મોટા કોર્પોરેટ સમાન રીતે કાર્ય કરે છે કારણ કે પ્રોજેક્ટ્સ અલગ SPVમાં રાખવામાં આવે છે અને તેને મર્યાદિત આશ્રય પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે ધિરાણકર્તાના પરિપ્રેક્ષ્યમાં અને ચોક્કસ નિયમનકારી જરૂરિયાતોને કારણે ઘણા કિસ્સાઓમાં સિમીત કરવાની જરૂર રહે છે તે સમજવામાં તેની નિષ્ફળ છતી થાય છે. દાખલા તરીકે, ભારતમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ ફાળવવામાં આવે છે, આ પ્રકારની બિડિંગમાં સફળ બિડરે પ્રોજેક્ટ હાથ ધરનાર SPV હસ્તગત કરવાની હોય છે. આથી વિવિધ એસપીવીમાં પ્રોજેક્ટ ચલાવવા માટે વીજળી અધિનિયમ,૨૦૦૩ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિયમોના ભાગરૂપે તે એક નિયમનકારી જરૂરિયાત છે.

અસંબંધિત થર્ડ પાર્ટની સંસ્થાઓની આસપાસ ચાલાકીપૂર્વકનું વર્ણન: રિપોર્ટમાંના આરોપ નં. ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪,૧૬, ૧૭, ૧૮, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૬ અને બાવનથી અમારા જાહેર શેરધારકોની માહિતી માંગવામાં આવી છે. ભારતીય સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ કંપનીઓના શેરોના નિયમિતપણે સોદા થાય છે. કંપનીમાં સાર્વજનિક રૂપે ટ્રેડેડ શેર કોણ ખરીદે/વેચશે/માલિક છે તેના પર લિસ્ટેડ એન્ટિટીનું નિયંત્રણ નથી. લિસ્ટેડ કંપની પાસે તેના સાર્વજનિક શેરધારકો અને રોકાણકારોની માહિતી હોવી જરૂરી નથી.

અમારી વિરુદ્ધના પ્રહારોમાં હિંડનબર્ગે ઇરાદાપૂર્વક ભારતીય કાનૂની પ્રક્રિયાઓ અને નિયમોને અવગણ્યા છે. દાખલા તરીકે, તેઓએ ૨૦૧૯ માં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલ વેચાણની ઓફર સંબંધી ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.ભારતમાં OFS માટેની પ્રક્રિયા એ એક નિયમનકારી પ્રક્રિયા છે જે સ્ટોક એક્ષચેંજના પ્લેટફોર્મ ઉપર ઓટોમેટેડ ઓર્ડર બુક મેચિંગ પ્રક્રિયા દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. જ્યારે આ હકીકતને હિન્ડનબર્ગે દૂષિતપણે અવગણી છે. આ પ્રક્રિયા એવી નથી કે જે કોઈપણ એન્ટિટી દ્વારા નિયંત્રિત હોય અને ખરીદદારો કોઈપણને પ્લેટફોર્મ ઉપરથી જોઈ શકતા નથી.

 

પક્ષપાતી અને અપ્રમાણિત રેટરિક: રિપોર્ટમાંના આરોપ નં.૮૪, ૮૫, ૮૬, ૮૭, અને ૮૮ એ આપણી નિખાલસતા સંબંધિત સ્વાભાવિક રીતે પક્ષપાતી નિવેદનો છે જે લિપાપોતી સાથે ટીકાને પ્રશ્નો તરીકે આવરી લે છે. પ્રસ્તુત ટીકાનો મતલબ ગલત અને બદનક્ષીભર્યા નિવેદન કરવાનો અધિકાર મળી જતો નથી. જ્યારે અમારા હિસ્સેદારોના હિતોને નુકસાન પહોંચાડી શકે અને આવા હિતોને જોખમમાં મુકવામાં આવે ત્યારે અમારી પાસે ભારતીય અદાલતો સમક્ષ ન્યાયિક ઉપાય મેળવવાનો અધિકાર છે અને તમામ કિસ્સાઓમાં અમે કાયદા અને ન્યાયિક પ્રક્રિયાના યોગ્ય પાલનમાં આ અધિકારોનો ઉપયોગ કર્યો છે.

હિન્ડેનબર્ગે ઇરાદાપૂર્વક ન્યાયિક તારણોની અવગણના કરતી વખતે પસંદગીના મીડિયા રિપોર્ટિંગ પર પ્રકાશ પાડવાની માંગ કરી છે. દાખલા તરીકે, તથ્યોને ફેરવીને હિંડનબર્ગે એવો સવાલ કર્યો છે કે શા માટે અમે "ક્રિટિકલ પત્રકાર"ને જેલમાં ધકેલવાનો પ્રયાસ કર્યો. આ બાબતની ખરી હકીકત એ છે કે અમારી સાથે સંબંધિત કોઈપણ કાર્યવાહીના સંબંધમાં તેમને ક્યારેય જેલમાં મોકલવામાં આવ્યા ન હતા પરંતુ તેઓ ન્યાયિક પ્રક્રીયાના ભાગરુપેે સમન્સ જારી થયું હોવા છતાં કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ ગયા હોવાના કારણે ન્યાયાધીશ દ્વારા તેમને બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું

 

#પોર્ટફોલિયો ક્રેડિટ હાઇલાઇટ્સ

અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ છેલ્લા એક દાયકામાં સફળતાપૂર્વક અને વખતોવખત ઉદ્યોગ વિસ્તરણ યોજનાનો અમલ કર્યો છે. આમ કરતી વખતે કંપનીઓએ સતત પોર્ટફોલિયો નેટ ડેટ ટુ EBITDA રેશિયો ૭.૬x થી ઘટીને ૩.૨x ( નીચે આપેલ ચાર્ટ A ) છેલ્લા ૯ વર્ષમાં EBITDA ૨૨% CAGR વધ્યો છે અને સમાન સમયગાળા દરમિયાન દેવું માત્ર ૧૧% CAGR વધ્યું છે. 

# અદાણી પોર્ટફોલિયોમાં ઈક્વિટી ઈન્જેક્શન

અદાણી પોર્ટફોલિયોએ છેલ્લાં ૩ વર્ષમાં તમામ પોર્ટફોલિયો કંપનીઓ માટે વ્યવસ્થિત મૂડી વ્યવસ્થાપન યોજના હેઠળ ૧૬ અબજ ડોલરની ઇક્વિટી ઊભી કરી છે, જેમાં ટોટલએનર્જી, IHC, QIA, વોરબર્ગ પિંકસ વગેરે જેવા દીગ્ગજ રોકાણકારો પાસેથી પ્રાથમિક, ગૌણ અને પ્રતિબદ્ધ ઇક્વિટીના સંયોજન તરીકે છે.

# બેંકીગ સંબંધો

પોર્ટફોલિયોએ જેપી મોર્ગન, બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ, સિટી, ક્રેડિટસુઈસ, યુબીએસ, બીએનપી પરિબાસ, ડોઇશ બેંક, બાર્કલેઝ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એમયુએફજી, ડીબીએસ અને અમીરાત એનબીડી જેવી સંસ્થાઓ સાથે ગાઢ બેંક સંબંધો વિકસાવ્યા છે. તેના પરિણામે વિવિધ ભંડોળના સ્ત્રોતો અને માળખાઓની પહોંચ મજબૂત થઈ છે. અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનું સફળ સિન્ડિકેશન દર્શાવ્યું છે, જેના ફળ સ્વરુપ અસ્થિર બજારોમાં બેન્કોનું જોખમ ઓછું થયું છે. હોલસીમનું આંતરરાષ્ટ્રીય બેંકો સાથે ભારતીય સિમેન્ટ બિઝનેસનું સંપાદન અને સ્થાનિક બેંકો સાથે નવી મુંબઈ એરપોર્ટ અને કચ્છ કોપર રિફાઈનરીના કેસ મુદ્દો રહ્યો છે.

# એકાઉન્ટિંગ પ્રક્રિયા, કેન્દ્રીયકૃત ERP ગવર્નન્સ મિકેનિઝમ અને રિપોર્ટિંગ સિસ્ટમ

આંતરિક નાણાકીય નિયંત્રણ પ્રક્રિયા અને ગવર્નન્સ મિકેનિઝમના પાંચ મુખ્ય સ્તંભોના આધારે અદાણી સમૂહ દ્વારા સુવિધા આપવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

a કેન્દ્રીયકૃત ERP ગવર્નન્સ મિકેનિઝમ અને રિપોર્ટિંગ સિસ્ટમ

b વિવિધ પ્રક્રિયાઓની સામયિક આંતરિક અને બાહ્ય સમીક્ષાઓ

c કોર્પોરેટ માર્ગદર્શિકા જારી કરવી અને તેનું પાલન સુનિશ્ચિત કરવું

d. તમામ વર્ટિકલ્સ માટે સક્ષમ અને પ્રતિષ્ઠિત વૈધાનિક ઓડિટરની નિમણૂક

e. નિયંત્રણોની સુવિધા માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો

આ ૫ સ્તંભો સાથે અદાણી સમૂહ તમામ વર્ટિકલ્સમાં બધાજ વ્યવસાયો દ્વારા શાસન અને રિપોર્ટિંગના ઉચ્ચતમ ધોરણો જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરે છે. અદાણી બિઝનેસ એક્સેલન્સ ટીમ (ABEX) એક કેન્દ્રીયકૃત ટીમ છે જે તમામ વર્ટિકલ્સમાં બધી કંપનીઓના એકાઉન્ટિંગ અને નાણાકીય નિયંત્રણો સંભાળે છે. આ પ્રક્રિયાઓએ ઉચ્ચતમ ધારાધોરણોના અનુપાલન અને શાસન જાળવવા માટે વિવિધ છ સિગ્મા અને ISO પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.

# સ્ક્રુટિની અને ઓડિટ માટે મજબૂત મિકેનિઝમ, અદાણી ગ્રુપમાં ઘણા CFO એ નવી ભૂમિકાઓ અદા કરી છે

અદાણી ગ્રૂપની કંપનીઓ પણ નિયમનકારી જવાબદારીઓ અને સર્વોચ્ચ કાનૂની ધોરણોમાંથી કોઈપણ વિચલનોને અટકાવવા માટે ખૂબ જ મજબૂત ઓડિટ પ્રક્રિયા ધરાવે છે. દરેક લિસ્ટેડ વર્ટિકલ્સની ઓડિટ સમિતિઓ એકસો ટકા સ્વતંત્ર ડિરેક્ટરોની બનેલી છે અને તે તમામ સ્વતંત્ર ડિરેક્ટરની અધ્યક્ષતામાં છે. ઓડિટ સમિતિ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કરવામાં આવેલી ભલામણ પર જ વૈધાનિક ઓડિટરોની નિમણૂક  કરવામાં આવે છે. અદાણી પોર્ટફોલિયો કંપની વૈશ્વિક મોટા ગજાના ૬ અથવા પ્રાદેશિક અગ્રણીઓને વૈધાનિક ઓડિટર તરીકે રાખવાની નીતિને અનુસરે છે.

હિંડનબર્ગે આને એક કથાનકમાં ફેરવવા માટે જાણી બૂજીને અને વારંવાર CFO ના ફેરફારને તુચ્છ ગણાવ્યો છે. સત્ય હકીકત એ છે કે ઘણા ચીફ ફાયનાન્સિયલ અધિકારીઓ આજ પર્યંત પણ અમારી વૃદ્ધિની ગાથાઓના ભાગ રૂપે  અન્ય ક્ષમતાઓ સાથે મોટી જવાબદારીઓ સંભાળવા માટે સંસ્થાનો ભાગ બની રહયા છે. અન્યોએ નિવૃત્તિ બાદ અથવા તો તેમના પોતાના ઉદ્યોગસાહસિક પ્રયાસોને આગળ ધપાવવા માટે છોડી હોવા છતાં અમારી સાથે જોડાયેલા રહીને કામ કરવાનું ચાલુ રાખ્યું છે. હિન્ડેનબર્ગના પાયાવિહોણા અર્થઘટનને અનુસરીને કે કોઇપણ કહેવાતી ચિંતાઓવશાત ક્યારેય કોઈ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું નથી.

અદાણી ગ્રૂપ તમામ લાગુ કાયદાઓ અને નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે અને  યોગ્ય તમામ સત્તાધિશો સમક્ષ અમારા હિતધારકોને સુરક્ષિત રાખવા માટેના ઉપાયોને અનુસરવાના અમારા તમામ અધિકારો જાળવી રાખવાનું ચાલુ રાખવાની બાબતની અમે ફરી પુનઃપુષ્ટિ કરીએ છીએ. હિંડનબર્ગના અહેવાલના કોઈપણ આરોપો અથવા વિગતોનો વધુ જવાબ આપવા અથવા આ નિવેદનને પૂરક બનાવવા માટે અમે અમારા તમામ અધિકારો અબાધિત રાખીએ છીએ.

(5:26 pm IST)