Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગાંધીબાપુના બલિદાનોને કયારેય ભૂલાશે નહીં, વિકસિત ભારત માટે કામ કરવાનો અમારો સંકલ્‍પ મજબૂત કરતા રહીશુ : નરેન્‍દ્રભાઇ મોદી

વડાપ્રધાનની ઉપસ્‍થિતિમાં નવી દિલ્‍હી રાજઘાટમાં સમાધિ ઉપર પુષ્‍પાંજલીઃ સર્વધર્મ પ્રાર્થના

નવી દિલ્‍હી, તા. ૩૦ : ગાંધીજીના નિર્વાણદિને આજે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજઘાટ ખાતે પુષ્‍પાંજલી અર્પી હતી.

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની આજે ૭૫મી પૂણ્‍યતિથિ છે. રાજઘાટમાં બાપૂની સમાધિ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્‍યું છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી રાજઘાટ પર બાપૂને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલા તેમણે ટ્‍વીટ કરીને બાપૂની પળણ્‍યતિથિ પર તેમણે નમન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે તે તેમના ઉંડા વિચારોને યાદ કરે છે.

૩૦ જાન્‍યુઆરીની તારીખ દેશના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે દર્જ છે. ૩૦ જાન્‍યુઆરી, વર્ષ ૧૯૪૮ની તે તારીખ છે જ્‍યારે નાથૂરામ ગોડસેએ મહાત્‍મા ગાંધીની હત્‍યા કરી હતી. આ દિવસ આખા દેશ માટે નુકસાનનો દિવસ બની ગયો હતો માટે મહાત્‍મા ગાંધીની યાદમાં તેમની પૂણ્‍યતિથિએ ભારત શહીદ દિવસ તરીકે મનાવે છે.

પીએમ મોદીએ કહ્યુ, હું બાપૂને તેમની પૂણ્‍યતિથિ પર નમન કરૂ છુ અને તેમના ઉંડા વિચારોને યાદ કરૂ છુ. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપુ છુ જે રાષ્‍ટ્રની સેવામાં શહીદ થયા છે. બાપૂના બલિદાનોને કયારેય ભૂલાવવામાં નહી આવે અને વિકસિત ભારત માટે કામ કરવાનો અમારો સંકલ્‍પ મજબૂત કરતા રહીશુ.

દર વર્ષે ૩૦ જાન્‍યુઆરીએ રાષ્‍ટ્રપતિ, ઉપ રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના પ્રમુખ (સેના, વાયુ સેના અને નૌસેના) દિલ્‍હીના રાજઘાટ પર મહાત્‍મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપે છે. કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ બાપૂની પૂણ્‍યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે ટ્‍વીટ કરીને કહ્યુ, વિશ્વ શાંતિ અને ભારતની પ્રગતિનો જે માર્ગ તેમણે બતાવ્‍યો છે તે આજે પણ પ્રાસંગિક છે, તેમની પ્રેરણાથી આજે એક નવા યુગ અને આત્‍મનિર્ભર ભારતનું નિર્માણ પ્રગતિ પર છે.

(4:26 pm IST)