Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જનસંખ્‍યા નિયંત્રણ કાયદો લાવવામાં નહી આવે તો રામમંદિર સુરક્ષિત નહી રહે : ડો. પ્રવિણ તોગડયા

વડાપ્રધાનની ઉપસ્‍થિતિમાં નવી દિલ્‍હી રાજઘાટમાં સમાધિ ઉપર પુષ્‍પાંજલીઃ સર્વધર્મ પ્રાર્થના

નવી દિલ્‍હી, તા. ૩૦ :  આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના સંયોજક ડો. પ્રવિણ તોગડીયાએ જનસંખ્‍યા નિયંત્રણ કાયદો લાવવા માંગ કરી છે.

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દૂ પરિષદના સંયોજક પ્રવીણ તોગડિયાએ જનસંખ્‍યા નિયંત્રણ કાયદો બનાવવાની માંગ કરી છે. પ્રવીણ તોગડિયાએ જનસંખ્‍યા નિયંત્રણ અને વસ્‍તી અસંતુલન પર ચિંતા વ્‍યક્‍ત કરી છે, તેમણે કહ્યુ કે ઘણા પ્રયાસ બાદ રામ મંદિર બની રહ્યુ છે અને જો જનસંખ્‍યા નિયંત્રણ કાયદો લાવવામાં ના આવ્‍યો તો પછી ૫૦ વર્ષ પછી રામ મંદિર સુરક્ષિત નહી રહે.

પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે હિન્‍દૂઓએ એક સાથે આવીને લોકોને જગાવવાનું કામ કર્યુ અને રામ મંદિરના નિર્માણ માટે એક આંદોલન ચલાવ્‍યું, તેમણે કહ્યુ કે હિન્‍દૂઓએ ગામે ગામ જઇને લોકોનું સમર્થન મેળવ્‍યુ અને રામ મંદિર માટે ચંદો ભેગો કર્યો, તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્‍દૂઓને સમળદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ જણાવી છે.

હિન્‍દૂ નેતાએ કહ્યુ કે જ્ઞાનવાપીમાં મંદિર હતુ અને આ સાબિત થઇ ગયુ છે, તેમણે કહ્યુ કે બાબા વિશ્વનાથ જ્ઞાનવાપીમાં બેઠા છે અને ત્‍યા શિવલિંગની પૂજા ના કરવી પાપ છે, તેમણે માંગ કરી છે કે બાબા વિશ્વનાથની પૂજા જલ્‍દી શરૂ કરવી જોઇએ.

પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની બુલડોઝર શાંતિ અને વિકાસનું પ્રતીક હોઇ શકે છે. ટિપ્‍પણી પર પોતાનું સમર્થન વ્‍યક્‍ત કર્યુ હતુ અને કહ્યુ કે તલવાર અને મિસાઇલ પણ શાંતિનું પ્રતિક હોય છે.

(4:15 pm IST)