Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં રાહુલ-પ્રિયંકાની મસ્‍તીઃ એકબીજા પર બરફ ઉછાળ્‍યો

સમાપન પહેલા શ્રીનગરથી ખુબ રમૂજી અંદાજે રાહુલ અને પ્રિયંકા તસ્‍વીરો સામે આવી

શ્રીનગર, તા.૩૦: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન આજે શ્રીનગરમાં થવા જઈ રહ્યું છે.  તેના માટે આયોજિત સમાપન સમારોહમાં સામેલ થવા માટે ૧૨ વિપક્ષી દળોને આમંત્રણ અપાયું છે. પરંતુ આ યાત્રાના સમાપન પહેલા શ્રીનગરથી ખુબ રમૂજી અંદાજે રાહુલ અને પ્રિયંકા તસ્‍વીરો સામે આવી હતી. રાહુલ તેમની બેન પ્રિયંકા સાથે બરફમાં રમતા જોવા મળ્‍યા હતા. બંને બરફમાં રમતા હોય તેવી તસ્‍વીરો પણ સામે આવી છે.

ભારત જોડો યાત્રાની શરુઆત ૭ સપ્‍ટેમ્‍બરે દક્ષિણ ભારતથી કરાઈ હતી. જેમાં કુલ ૩૯૭૦ કિલોમીટરની પગપાળા યાત્રા કરવામાં આવી. આ યાત્રા ૧૨ રાજ્‍યો અને ૨ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી.  આ દરમિયાન શ્રીનગર પહોંચીને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં લાલચોક પર તિરંગો પણ ફરકાવ્‍યો હતો. રાહુલ ગાંધીએ આ યાત્રા વચ્‍ચે ૧૨ જાહેર સભાઓ, ૧૦૦થી વધુ સભાઓ, ૧૩ પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધી હતી. આ યાત્રા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્‍ટ્ર, મધ્‍ય-દેશ, રાજસ્‍થાન, હરિયાણા, દિલ્‍હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્‍મુ-કાશ્‍મીરમાંથી પસાર થઈ હતી. આજે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે શ્રીનગરમાં કોંગ્રેસના મુખ્‍યાલયમાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવશે અને ભારત જોડો યાત્રા સ્‍મારકનું અનાવરણ કરી આ યાત્રાનું સમાપન કરશે.

(3:42 pm IST)