Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કન્નડ ગીત ન ગાવા પર કૈલાશ ખેર પર ગુસ્સે થયા ફેન્સઃ લાઇવ કોન્સર્ટમાં સ્ટેજ પર પાણીની બોટલ ફેંકીને મારી

કર્ણાટકમાં હેપી ઉત્સવમાં બની ઘટના

નવી દિલ્હી તા. ૩૦ : કર્ણાટકમાં થયેલા હંપી ઉત્સવ વખતે ફેમસ સિંગરઙ્ગકૈલાશ ખેરઙ્ગપર પાણીની બોટલ વડે હુમલો કરવામાં આવ્યો હતો.ઙ્ગકૈલાશ ખેરઙ્ગઉત્સવ વખતે સ્ટેજ પર હતા. તે ગીત પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે જ તેમના પર દર્શકોની તરફથી બોટલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. જોકે ઘટના સ્થળ પર હાજર પોલીસે કૈલાશ ખેરની તરફ બોટલ ફેંકનાર આરોપીને કસ્ટડિમાં લઈ લીધો છે.ઙ્ગ

જાણકારી અમુસાર ફેમસ સિંગર કૈલાશ ખેરના સ્ટેડ પરફોર્મન્સ વખતે દર્શકોની વચ્ચે હાજર બે લોકોએ તેનેઙ્ગકન્નડ ગીતઙ્ગગાવા કર્યું અને જયારે કૈલાશ ખેરે કન્નડમાં ગીત ન ગાયું તો તે નારાજ થઈ ગયા અને તેમણેઙ્ગકૈલાશ ખેરઙ્ગપર પાણીની હોટલ ફેંકીને હુમલો કર્યો. પોલીસે દર્શકોમાં હાજર બોટલ ફેંકનાર શખ્સને તેના સાથીની સાથે કસ્ટડીમાં લીધો.ઙ્ગ

દર વર્ષે અહીં વિજય ઉત્સવના રૃપમાં હંપી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ ઉત્સવની શરૃઆત ૨૭ જાન્યુઆરીએ થઈ હતી અને ત્રણ દિવસ ચાલતા આ ઉત્સવનું સમાપન ૨૯ જાન્યુઆરીએ સાંજે થયું.ઙ્ગ

રવિવારે સમાપન સમારોહ બાદ જ કૈલાશ ખેરે અહીં પોતાના સુંદર અવાજનો જાદુ વિખેર્યો હતો. ત્યાં જ તેમના પર બોટલ ફેંકવાની ઘટના થઈ હતી.

આ ઈવેન્ટ બાદ ફેમસ સિંગર કૈલાશ ખેરે ટ્વીટ કર્યું અને લખ્યું, 'જયારે પુનીત રાજકુમારજીને કૈલાસા સંગીતમય શ્રદ્ઘાંજલિ આપી અને એક ગીત શ્રૃંખલા તેમના પર જ ફિલ્માયેલા આપણા કન્નડ ગીતોને પ્રસ્તુત કર્યા. આખુ વિજયનગર સાથ ગઈ રહ્યું હતું. ઝુમી રહ્યું હતું ભાવાકુલ થઈ રહ્યું કૈલાસા સાથે. કૈલાશ લાઈવ કોન્સર્ટનું હંપી ઉત્સવ ૨૦૨૩નું સમાપન ખૂબ જ ભાવનાત્મક રહ્યું.'

(3:31 pm IST)