Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અદાણીને કારણે LICને લાગ્‍યો જોરદાર ફટકો

૧૬૮૫૦ કરોડનો લાગ્‍યો ચુનો

નવી દિલ્‍હી, તા.૩૦: હિંડનબર્ગના અહેવાલ બાદ ગયા સપ્તાહે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્‍યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેર નીચે આવ્‍યા બાદ સૌથી વધુ નુકસાન કરનારા રોકાણકારોમાં સરકારી કંપની LIC પણ સામેલ છે. આ બે દિવસમાં LICને ૧૬,૮૫૦ રૂપિયાનું નુકસાન થયું હતું. જે બાદ સતત સવાલ ઉઠી રહ્યા છે કે સામાન્‍ય લોકોના પૈસા ડૂબી રહ્યા છે. ચાલો જાણીએ કે અદાણી ગ્રૂપની કંપનીના શેરમાં ઘટાડાને કારણે LICને કેટલું નુકસાન થયું છે. આ સાથે,

અદાણી ગ્રુપએ LICને બરબાદ કરી દીધી? અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થતાં LICને ભારે નુકસાન થયું છે. આ સિક્કાની માત્ર એક બાજુ છે. સિક્કાની બીજી બાજુ એ છે કે અદાણી ગ્રૂપ ગ્રુની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હોવા છતાં એલઆઈસીએ શુક્રવાર સુધી તેના રોકાણ પર ૧૦૦ ટકા નફો મેળવ્‍યો હતો. ઈકોનોમિક ટાઈમ્‍સ સાથે વાત કરતા એલઆઈસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે સરકારી વીમા કંપનીએ અદાણી ગ્રુપમાં કુલ રૂ. ૨૮,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થતાં LICનું રોકાણ મૂલ્‍ય રૂ. ૫૬,૦૦૦ કરોડ થયું હતું. એટલે કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઘટયા પછી પણ શુક્રવાર સુધી LIC રૂ. ૨૮,૦૦૦ કરોડના નફામાં હતી. અદાણીની કઈ કંપનીમાં LIC એ કેટલું રોકાણ કર્યું છે - ૧- અદાણી એન્‍ટરપ્રાઈઝ - આ કંપનીમાં LICનો હિસ્‍સો ૪.૨૩ ટકા છે. એટલે કે, LIC પાસે કંપનીના ૪,૮૧,૭૪,૬૫૪ શેર છે. તમને જણાવી દઈએ કે, બે દિવસના ઘટાડા બાદ અદાણી એન્‍ટરપ્રાઈઝના શેર સોમવારે ઓપનિંગ ટ્રેડમાં અપર સર્કિટ પર છે. ૨- અદાણી પોર્ટ્‍સ - આ કંપનીમાં LICનો કુલ હિસ્‍સો ૯.૧૪ ટકા છે. અદાણી ગ્રુપની આ કંપનીના LIC પાસે ૧૯,૭૫,૨૬,૧૯૪ શેર છે. તમને જણાવી દઈએ કે, અદાણી પોર્ટ્‍સના શેર સોમવારે શરૂઆતના વેપાર દરમિયાન અપર સર્કિટને સ્‍પર્શી ગયા હતા. ૩- અદાણી ટ્રાન્‍સમિશન - ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર ૨૦૨૨ ક્‍વાર્ટર માટે શેરહોલ્‍ડિંગ પેટર્ન મુજબ, અદાણી ટ્રાન્‍સમિશનમાં LICનો હિસ્‍સો ૩.૬૫ ટકા છે. એટલે કે, LIC અદાણી ટ્રાન્‍સમિશનના ૪,૦૬,૭૬,૨૦૭ શેર ધરાવે છે. સોમવારે આ કંપનીના શેરમાં ૨૦ ટકાની નીચી સર્કિટ લાગી હતી.

(3:29 pm IST)