Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

લગ્ન પ્રસંગોમાં ભાડેથી લહેંગા-ચોલી ખરીદવાનું ચલણ વધ્‍યું

1 લાખ રૂપિયા સુધીનું વસૂલે છે ભાડુ

મુંબઇ,તા. 30: લગ્ન પ્રસંગોમાં ભાડેથી કપડા લઈને પહેરવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે. લગ્નની સિઝન શરુ થઈ ચુકી છે. ત્‍યારે આવા સમયે દરેક દુલ્‍હનનું સપનું હોય છે કે, તે સૌથી અલગ અને ખાસ દેખાય. તેના માટે સૌથી યૂનિક લગ્નનો ડ્રેસ તે પસંદ કરતી હોય છે. એવું નથી કે, આ ટેન્‍શન ફક્‍ત દુલ્‍હનને જ હોય છે, પણ દરેક મહિલા અને યુવતીનું હોય છે, જેને પોતાના સંબંધીઓ અથવા નજીકના કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોય છે.

લગ્નમાં સૌથી અલગ તથા સુંદર દેખાવા માટે મહિલા તથા છોકરીઓ કંઈ અલગ જ અને હટકે પસંદ કરતી હોય છે. હવે એ સમય નથી રહ્યો કે, યુવતીઓ ફક્‍ત લાલ રંગના લહેંગા જ પહેરે છે, પણ અલગ અલગ નવા રંગના લહેંગાની માગ વધી રહી છે. પણ દુલ્‍હનની પ્રથમ પસંદ તો, લાલ મેહરુમ, રાની રંગ બનેલી છે. જે જાડા હોવાની સાથે સાથે સુંદર અને શાનદાર પણ હોય.

એક વેપારીના જણાવ્‍યા અનુસાર, દુલ્‍હનના લહેંગા માટે વધારે ખર્ચો થાય છે. આ લહેંગો 20 હજાર રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધીના ભાડે મળે છે. દુકાનદારો તો તેનાથી પણ વધારે કિંમતના રાખે છે. જો કે, મોટા ભાગે 20 થી 50 હજાર સુધીના ભાડે લેતા હોય છે. કારણ કે, તેનું ભાડૂ 7 થી 10 હજાર રૂપિયા સુધી હોય છે. જેમાં આર્ટિફિશિયલ જવેલરીનો આખો સેટ આપવામાં આવે છે. આવી જ રીતે ગાર્લિસ લહેંગા 5 થી  15 હજાર રૂપિયા સુધીના હોય છે. જેનું ભાડૂ 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી હોય છે. તેની સાથે જવેલરી સેટ મફત આપવામાં આવે છે.

વેપારી જણાવે છે કે, હાલના સમયમાં દુલ્‍હન માટે મહરુમ, લાલ તથા રાની કલર સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે દુલ્‍હન આ રંગના લહેંગા વધારે પસંદ કરે છે. તેમાં ભારે લહેંગો દુલ્‍હનની લંબાઈના હિસાબે પસંદ કરે છે. કારણ કે, એક લહેંગાનું વજન 1થી 3 કિલોગ્રામ સુધી હોય છે.

લહેંગાના બનાવટના હિસાબે કિંમત નક્કી થાય છે. દુલ્‍હનની સાથે ગાર્લિસ લહેંગા પણ બુક કરે છે. આ લહેંગા દુલ્‍હનની સાથે રહેતી બહેનપણીઓ માટે પસંદ છે. યુવતીઓ પિંક અને સફેદ રંગના લહેંગા ખૂબ પસંદ કરે છે. સફેદ રંગના લહેંગામાં સફેદ મોતી અને ડાયમંડ લાગેલા હોય છે. જયારે પિંક રંગના લહેંગામાં મલ્‍ટી કલરના ડાયમંડ પસંદ કરવામાં આવે છે. તેના પર અલગ રંગના દુપટ્ટા પસંદ કરવામાં આવે છે.

(12:45 pm IST)