Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

કુંભમાં આવી ડુબકી લગાવવાની કદાચ તેમના કેટલાક પાપ ધોવાઇ જાયઃ યુપી કેબીનેટના કુંભસ્નાન મુદ્દે કોંગ્રેસના સાંસદ શશી થરૂરનું ટ્વિટ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લેટે હુએ હનુમાન, અક્ષયવટ અને સરસ્વતી કૂપના દર્શન કરી કુંભ મેળામાં મંત્રીમંડળની બેઠક કરી અને ઉપરાંત સંપૂર્ણ મંત્રીમંડળની સાથે ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી હતી. યોગી કેબિનેટના દરેક સભ્યોની ન્હાવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટ્વિટ કરી કટાક્ષ માર્યો હતો. થરૂરે કટાક્ષ કરતા યૂપીના મંત્રી એસએન સિંહએ ટીપ્પણી કરી છે. એસએન સિંહએ કહ્યું, તે લોકો કુંભનું મહત્વ સમજશે નહીં. તેમને સંસ્કૃતિમાં લાવવામાં આવ્યા છે. એટલા માટે તેઓ તેનું મહત્વ સમજી શકતા નથી. તે લોકોએ ઘણા બધા પાપ કર્યા છે, મારી સલાહ છે કે કુંભમાં આવી ડુબકી લગાવવાથી કદાચ તેમના કેટલાક પાપ ધોવાઇ જાય.

થરૂરે ટ્વિટમાં કહ્યું હતું- ‘સભી નંગે હૈ

યોગી કેબિનેટના સભ્યઓએ ન્હાવાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી, જેના પર શશિ થરૂરે લખ્યું હતું કે, ‘ગંગા પણ સ્વચ્છ રાખવી છે અને પાપ પણ ધોવા છે. સંગમમાં બધા નગ્ન છે. જય ગંગા મૈયા કી!’

ઇતિહાસસમાં પહેલી વખત કુંભ મેળામાં આયોજિત મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં પ્રયાગરાજથી જોડવા માટે મંત્રીમંડળને ગંગા એક્સપ્રેસવેનો સિદ્ધાંતિક સહમતિ આપી છે.

તેમણે જણાવ્યું કે, એક્સપ્રેસવે મેરઠ, અમરોહા, બુલંદશહેર, બદાયૂં, શાહજહાંપૂર, ફર્રૂખાબાદ, હરદોર્ઇ, કન્નોજ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ થઇને પ્રયાગરાજ આવશે. એક્સપ્રેસવે જ્યારે બનશે તો દુનિયાનો સૌથી મોટો એક્સપ્રેસવે હશે. લગભગ 600 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે હશે અને તેના પર લગભગ 36000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાના સંભાવના છે.

મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયની જાણકારી આપ્યા બાદ મુખ્યમંત્રી અને તેમને મંત્રીમંડળના સહયોગી સંગમ સ્નાન માટે સંગમ નોજ પર બનેલા ઘાટ પર ગયા જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગીરી અને અન્ય સાધુ-સંતોની સાથે સ્નાન કર્યું હતું.

સ્નાન કર્યા બાદ પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ પત્રકારોને કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં ઉત્તર પ્રદેશની સંપૂર્ણ કેબિનેટ અને અમારા કેયલાક રાજ્યમંત્રીઓએ આજે સંગમમાં ડૂબકી લગાઇ હતી. કેટલાક સાધુ-સંતો સાથે પણ ડૂબકી લગાવવા આવ્યા હતા.

કુંભ ભ્રમણ દરમિયાન મુખ્યમંત્રીએ કુંભમેળામાં સ્થિત નાથ સમ્પ્રદાયના સિબિરમાં મંત્રીમંડળ સહિત પહોંચી નાથ સમ્પ્રદાયના ધર્મધ્વજની પૂજા-અર્ચના કરી અને ત્યારબાદ બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સેક્ટર-6માં લગાવવામાં આવેલા નેત્રકુંભને પણ અવલોકન કર્યો અને ત્યા તેમણે હોસ્પિટલમાં ભરતી દર્દીઓ સાથે વાતચીત કરી અને તેમને આપવામાં આવી રહેલી સુવિધાઓ વિશે જાણકારી લીધી હતી.

કુંભમાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં બુંદેલખંડ એક્સપ્રેસવેને પણ સૈદ્ધાંતિક સંમતી આપવામાં આવી છે. એક્સપ્રેસવે લગભગ 296 કિલોમીટર લાંબો હશે અને તેના પર 8864 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેના માટે 3641 હેક્ટર જમીન આવશ્યકતા પડશે.

મંત્રીમંડળે સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ઉરીને રાજ્ય જીએસ્ટીથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

મંત્રીમંડળે પ્રયાગરાજમાં ભારદ્વાજ પાર્કના સૌદર્યકરણની રેખાઓ પર ભારદ્વાજ ઋષિ આશ્રમનો પણ સૌદર્યકરણ કરવા, પ્રયાગરાજની પાસે સ્થિત શ્રૃંગવેરપુર તીર્થ સ્થળને વિકસાવા કરવા, નિષાદરાજના પાર્ક વિકસાવા અને તેમની મૂર્તિ લગાવવાનો પ્રસ્તાવને પણ સંમતી આપવામાં આવી છે.

ઉપરાંત, પ્રયાગરાજ-ચિત્રકુટની વચ્ચે પહાડી નામના સ્થાન પર સ્થિત મહર્ષિ વાલ્મિકી આશ્રમ પર એક ભવ્ય પ્રતિમા લગાવવા, રામાયણ પર એક શોધ સંસ્થા ખોલવા અને આશ્રમનું સૌંદર્યકરણ કરવાના પ્રસ્તાવને પણ સંમતી આપવામાં આવી છે.

(5:05 pm IST)