Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

યુપીમાં સાસરીયાઓએ ધોકાવતા મહિલાને ગર્ભપાત : પતિએ તલાક આપી દીધો

પતિએ ફોન પર ત્રણ તલાક આપ્યા

યુપી, તા. ૩૦ : ત્રિપલ તલાક મામલે કાયદો બન્યા બાદ મુસ્લિમ મહિલાઓને કોઇ ખાસ રાહત ન થતી હોવાનું જણાઇ રહ્યું છે તેમ ઉતરપ્રદેશના એટા જીલ્લાના એક બનાવમાં મુસ્લિમ સગર્ભા મહિલાને સાસરીયાઓએ માર મારતા તેને ગર્ભપાત થઇ ગયું હતું. અને સમયસર ઘરે ન આવતા પતિએ ફોન પર પત્નીને ત્રણ તલાક આપી દેતા ચકચાર મચી ગઇ છે.

ઉતરપ્રદેશના એટા જીલ્લામાં રહેતી મુસ્લિમ મહિલાએ એક એહવાલમાં જણાવ્યું છે કે, પોતે પોતાના પતિને અડધો કલાકમાં ઘરે પરત આવી જઇશ તેમ કહી પોતે તેના બીમાર દાદીની ખબર કાઢવા માટે ગઇ હતી. તેથી ઘરે આવવામાં દસ મીનીટ મોડુ થતા પતિએ આ મામલે તેની સાથે ઝઘડો કરી પત્નીના ભાઇ ફોન કરી ફોન પર ત્રણ તલાક આપી દીધા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, પોતાના લગ્ન થયા ત્યાર બાદ પતિ સહિતના સાસરીયાઓ દહેજની માંગણી કરી મારકૂટ કરી ત્રાસ આપતા હતા અને માર મારવાના કારણે પોતાને ગર્ભપાત પણ થઇ ગયું હતું. આથી આ મામલે મુસ્લિમ મહિલાએ ન્યાય મેળવવા માટે ઉતરપ્રદેશની સરકાર પાસે રજૂઆત કરી છે.(૮.૧ર)

(3:39 pm IST)