Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

નોટબંધી બાદ લોકોએ ગુમાવી નોકરી : સરકારે રોકયો રિપોર્ટ એટલે બે અધિકારીના રાજીનામા

વધુ એક સંસ્થા 'મરી ગઇ' - મોદી સરકાર પર ચિદમ્બરમ્નો હુમલો

નવી દિલ્હી તા. ૩૦ : નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (NSSO) તરફથી રોજગાર અને બેકારી પર તૈયાર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ (૨૦૧૭-૧૮) તૈયાર થયાના બે મહિના બાદ પણ સરકાર તરફથી તેને જાહેર નથી કરવામાં આવ્યો. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એકસપ્રેસ મુજબ, તેના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમીશન (NSC)ના બે સ્વતંત્ર સભ્યો પીસી મોહનન અને જેવી મીનાક્ષીએ રાજીનામા આપી દીધા છે.

અખબારના અહેવાલ મુજબ, આ મોદી સરકારમાં એનએસએસઓનો પહેલો રિપોર્ટ છે અને તેમાં નોટબંધી બાદ લોકોની નોકરી જવા અને રોજગારીમાં ઘટાડાનો ઉલ્લેખ છે.મોહનન એનએસસીના કાર્યકારી અધ્યક્ષ પણ હતા. આ બંનેના રાજીનામા બાદ એનએસીમાં હવે માત્ર બે સભ્ય રહી ગયા છે- ચીફ સ્ટેટેસ્ટિક ઓફિસર પ્રવીપ શ્રીવાસ્તવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત. મોહનને સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, મેં એનએસસીમાંથી રાજીનામું આપી દીધું છે. અમને લાગે છે કે હાલમાં કમીશન પહેલાની જેમ એકિટવ નથી રહ્યું અને એવું પણ લાગે છે કે કદાચ અમે કમીશનની જવાબદારી નિભાવવામાં સક્ષમ નથી.

બંને સભ્યોએ ૨૮ જાન્યુઆરીના રોજ રાજીનામા આપ્યા. સાત સભ્યોની એનઅસસીમાં ત્રણ પદ પહેલા જ ખાલી હતી. બે રાજીનામા બાદ હવે અહીં બે સભ્ય જ રહી ગયા છે. મોહનન અને મીનાક્ષીનો કાર્યકાળ જૂન ૨૦૨૦માં પૂરો થવાનો થતો.

થોડા દિવસો પહેલા રોજગાર પર લેબર બ્યૂરોના સર્વેમાં ખુલાસો થયો હતો કે બેકારીએ છેલ્લા ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. નોકરીઓ પર નોટબંધીની ખરાબ અસર દેખાઈ છે. ઓટોમોબાઇલ અને ટેલીકોમ સેકટર, એરલાઇન્સ, કન્સ્ટ્રકશન જેવા સેકટરમાં છટણી થઈ છે. જગુઆર લેન્ડ રોવરમાં ૪,૫૦૦ લોકોની છટણીની તૈયારી ચાલી રહી છે. એતિહાદ એરલાઇન્સમાં ૫૦ પાયલટની પણ છટણીની શકયતા દેખાઈ રહી છે.

(3:26 pm IST)