Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

આ વર્ષે આકાશમાં અદ્ભૂત નજારો જોવા મળશેઃ ચંદ્રને કારણે ૫ ગ્રહોનું મીલન થશે

આ સ્થિતિને કારણે ચંદ્ર-શનિનું ૧૩ વખત મીલન થશે

બેંગ્લોર, તા. ૩૦ :. આ વર્ષે ચંદ્રદેવ બુધ, શુક્ર, મંગલ, બૃહસ્પતિ (ગુરૂ) અને શનિદેવ એમ પાંચેય ગ્રહોને ઓવારણ કરી લેશે એટલે કે ઢાંકી દેશે.

પરંતુ ચંદ્ર અને શનિ ગ્રહની યુતિ-૧૩ વખત થશે, આ યુતિમાં બન્ને ગ્રહો નજીક આવશે એટલું જ નહિ પણ એકબીજાને ઢાંકી દે તે સ્થિતિનું પણ નિર્માણ થશે. એવી સ્થિતિનું નિર્માણ થશે કે જેમાં ચંદ્ર જ્યારે કોઈપણ ગ્રહને ઢાંકી દેશે ત્યારે વિશ્વભરમાં કોઈપણ જગ્યાએથી આ દેખાશે.

ચંદ્રની ગતિ આકાશમાં એ પ્રકારે છે કે, પોતાની ત્રિજ્યા-વ્યાસથી દરેક કોણ ૩૩ મીનીટમાં પૂર્ણ કરી લે છે. ટૂંકમાં જ્યારે ચંદ્ર પાંચ ગ્રહને ઢાંકવાની સ્થિતિમાં હશે ત્યારે આ સ્થિતિ ૩૩ મીનીટ જોવા મળશે.(૨-૪)

(10:33 am IST)