Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જમ્મુ-કાશ્મીરની સરકારને બરતરફ કરો :રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ ;સુબ્રહ્મણ્યમ સ્વામી

સેના વિરુદ્ધ એફઆરઆઇ દાખલ થતા સ્વામી છંછેડાયા:કહ્યું કે મહેબુબા મુફ્તી સરકાર સામે પગલાં ભરવાનો યોગ્ય સમય છે

 

નવી દિલ્હી :ભાજપના સાસંદ સુબ્રમણ્ય સ્વામીએ જમ્મુ કાશ્મીરની મહેબૂબા મુફ્તી સરકારને બરતરફ કરવાની માગ કરી છે.સેના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ થતા જમ્મુ કાશ્મીરની મહેબૂબા મુફ્તિ સરકાર સામે સુબ્રમણ્મય સ્વામીએ પ્રહાર કર્યા છે

    સ્વામીએ કહ્યું કે મહેબૂબા સરકાર એફઆઈઆર પરત નહીં લે તો તેમની સરકારને બરતરફ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ અમરનાથ યાત્રીઓ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ મહેબૂબા સરકારને બરતરફ કરવાની માગ કરી હતી.

   સ્વામીએ જણાવ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરમાં મુફ્તી સરકાર વિરૂદ્ધ પગલા ભરવાનો યોગ્ય સમય છે. જે બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવુ જોઈએ.જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાની કાર્યવાહી દરમ્યાન બે નાગરિકોના મોત થયા  બાદ સેના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

(10:41 pm IST)