Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

આધાર-બેંક એકાઉન્ટ નથી ? હોસ્પિટલના ગેટ પર ડિલિવરી માટે મજબૂર બની મહિલા

આધાર ન હોવાથી ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં ન કરી એડમિટ : ઉત્તરપ્રદેશના જૌનપુરની સરકારી હોસ્પિટલનું અમાનવીય વર્તન

જૌનપુર તા.૩૦ : ઉત્ત્।પ્રદેશના જૌનપુર ખાતે હોસ્પિટલ તંત્રની ગેરજવાબદાર વર્તન સામે આવ્યું છે. જયાં એક ગર્ભવતી મહિલાને એટલા માટે હોસ્પિટલના ગેટ પર બાળકને જન્મ આપવા મજબૂર કરવામાં આવી કે તેની પાસે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નહોતું. હોસ્પિટલ સત્ત્।ાવાળાઓ પર કથીતરુપે આરોપ છે કે તેમણે બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ ન હોવાથી મહિલાને હોસ્પિટલમાં ભરતી કરવાની ના પાડી હતી.

 

મળતા અહેવાલ મુજબ આ ઘટના ઉત્ત્।રપ્રદેશના જૌનપુર જિલ્લની શાહગંજ સરકારી આરોગ્ય કેન્દ્રની છે. હોસ્પિટલ સ્ટાફની બેજવાબદારીના કારણે મહિલએ મજબૂરીમાં હોસ્પિટલના ગેટ બહાર જ રસ્તા પર ડિલિવરી માટે મજબૂર થવું પડ્યું હતું.

તો નવજાત બાળક લગભગ એક કલાક સુધી એ જ સ્થિતિમાં ગેટ પાસે નીચે જમીન પર પડ્યું રહ્યું હતું. મહિલાના પતિએ કહ્યું કે, 'જયારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો સ્ટાફ દ્વારા અમારી પાસે દસ્તાવેજ માગવામાં આવ્યા હતા જે ન હોવાથી મારી પત્નીને ભરતી કરવાની ના પાડી હતી.'

આ ઘટનાના પડઘા ઉત્ત્।રપ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસ સુધી પડ્યા છે. જયારે બીજા કેટલાક સેવાભાવી કાર્યકર્તાઓએ કહ્યું કે, 'લેબર પેઇનથી પીડાતી મહિલાની હોસ્પિટલના ગેટ પર બાળકને જન્મ આપવાની ઘટના પ્રદેશના આરોગ્ય તંત્રની પોલ ખોલે છે.'

તો બીજી બાજુ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું કે, 'ફરજ પરના ડોકટર્સે મહિલાને જિલ્લા હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. પરંતુ ગેટ પર જ તેને પ્રસુતી પીડા શરુ થતા મહિલાને પરત હોસ્પિટલમાં લવાઈ હતી જયાં તેણીએ બાળકને જન્મ આપ્યો અને હાલ બેંને સુરક્ષિત છે.'(૨૩.૯)

(3:02 pm IST)