Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

નેવી માટેની અત્યાધુનિક સબમરીનની ૧૦ વર્ષથી રાહ જોવાઇ રહી છે

નેવીને વધુ સક્ષમ બનાવવાની જરૂરઃ નેવી પાસે ૧૩ જૂની સબમરીન

નવી દિલ્હી તા. ૩૦ : ચીન અને પાકિસ્તાનની નેવીની વધતી તાકાત વચ્ચે સંરક્ષણ મંત્રાલય પાસેથી મંજૂરી મળવાના ૧૦ વર્ષ પછી પણ ઈન્ડિયન નેવીને ૬ અત્યાધુનિક સબ્મરીન નથી મળી શકી. રડારની પકડમાં ન આવવાવાળી સબ્મરીન જમીન હુમલો કરવાવાળી મિસાઈલોથી લેસ હશે અને ઓકસીજન બનાવવાની ક્ષમતા ધરાવતી હશે જે લાંબા સમય સુધી પાણીમાં રહી શકશે.

 

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે લગભગ ૭૦ હજાર કરોડ રૂપિયાની ડીઝલ-ઈલેકટ્રોનિક સબ્મરીન કાર્યક્રમને પ્રોજેકટ-૭૫ ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. તેના માટે ૬ ફેબ્રુઆરીએ એકસેપ્ટેન્સ ઓફ નેસેસિટી (AONની સમય સીમા પૂર્ણ થઈ રહી છે પણ ભારતીય શિપયાર્ડ અને વિદેશી સહયોગીને પડકારની દિશામાં કોઈ મજબૂતી નથી આવી. તેમણે જણાવ્યું કે આ પરિયોજના માટે AONને પહેલી નવેમ્બર ૨૦૦૭માં જારી કરવામાં આવી હતી જેને પછી વધારવામાં આવી હતી હવે ફરી વધારવામાં આવશે..

આ મોડું થઈ રહ્યું છે એક વાત ધ્યાન આપવાવાળી છે કે ફાઈનલ કોન્ટ્રાકટને ૭-૮ વર્ષ પછી જ નેવીને પહેલી સબ્મરીન મળશે. આ પ્રોજેકટમાં મોડું એવા સમયે થઈ રહ્યું છે જયારે ઈન્ડિયન નેવી પાસે માત્ર ૧૩ જૂની સબ્મરીન છે અને તેમાંથી અડધી એક સમયમાં સક્રીય રહે છે. જોકે, આ અઠવાડિયે નેવી માટે એક સારી ખબર આવશે. ૩૧ જાન્યુઆરીએ ત્રીજી સ્કોર્પીયન સબ્મરીન મઝગાંવ ડોકમાં લોન્ચ કરવામાં આવશે. ૬ સ્કોર્પિયન સબ્મરીનનો હાલનો પ્રોજેકટ ફ્રાન્સની એક કંપની ડીસીએનએસના સહયોગથી ચલાવાઈ રહ્યો છે.

જેના હેઠળ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિબ બિલ્ડર્સ લિમિટેડને ફ્રાંસીસ કંપની, ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરશે. લગભગ ૨૩ હજાર કરોડ રૂપિયાનો આ પ્રોજેકટ ૪ વર્ષ મોડો થયો હતો. આ સીરિઝની પહેલી સબ્મરીન કલવરી છે. બીજી સબ્મરીન ખંડેરી છે. લગભગ ૧૫૬૫ ટન વજનવાળી ત્રીજી સબ્મરીનનું નામ આઈએનએસ કરંજ રાખવામાં આવ્યું છે. તમામ છ સ્કોર્પિયન સબ્મરીન જૂન ૨૦૨૦ સુધીમાં નેવીમાં સામેલ થઈ જશે.

આ સબ્મરીનને પહેલા વર્ષ ૨૦૧૭માં નેવીમાં સામેલ કરવાની હતી. પ્રોજેકટ-૭૫ ઈન્ડિયામાં મોડું થવાથી નેવી પોતાની સિંધુઘોષ કલાસ અને શિશુમાર કલાસની સબ્મરીનને અપગ્રેડ કરવા જઈ રહી છે અને તેમાં લગભગ ૫ હજાર કરોડ રુપિયાનો ખર્ચ થશે. જણાવી દઈએ કે, ભારતે ઓછામાં ઓછી ૧૮ ડીઝલ-ઈલેકિટ્રક સબ્મરીન અને ૬ હુમલા માટે સક્ષમ પરમાણુ સબ્મરીનની જરુર છે.

આ સિવાય નેવીએ પાકિસ્તાન અને ચીન તરફ કોઈ પણ રીતે હુમલાનો જવાબ આપવા માટે પરમાણુ હથિયારોવાળી મિસાઈલ હુમલા માટે સક્ષમ ૪ પરમાણુ સબ્મરીનની જરુર છે. ભારતની સામે ચીન પાસે ૫૬ તથા પાકિસ્તાન પાસે ૪થી ૫ સબ્મરીન છે. પાકિસ્તાન પોતાની નેવીને મજબૂત કરવા માટે રડરની પકડમાં ન આવવાવાળી ૮ સબ્મરીન ચીન પાસેથી ખરીદી રહ્યું છે.(૨૧.૧૦)

(11:34 am IST)