Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કાસગંજ હિંસામાં મૃત મનાતો રાહુલ ઉપાધ્યાય તો જીવતો નિકળ્યો

સોશિયલ મિડીયા પર અફવાઓનું બજાર ગરમ

કાસગંજ તા. ૩૦ : પ્રજાસત્તાક દિવસે તિરંગા રેલી કાઢવા બાબતે ઉત્તર પ્રદેશના કાસગંજમાં કોમી હિંસા ભડકી ઉઠી હતી. તેની સાથે અફવાની બજાર પણ ગરમ થઈ ગઈ હતી. આ હિંસા દરમિયાન ગોળીબારમાં ચંદન ગુપ્તા અને અન્ય એક યુવકની મોત થયાનો અહેવાલ આવ્યો હતો.

સોશિયલ મીડિયા મુજબ રાહુલ ઉપાધ્યાય નામનો યુવક હિંસામાં માર્યો ગયો હતો. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવા મુજબ હિંસા બાદ ઘાયલ રાહલે અલીગઢ પાસેના એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પરંતુ હકીકત તેનાથી કંઈક ઓર જ છે.

રાહુલ ઉપાધ્યાય કાસગંજથી લગભગ ૧૦ કિલોમીટર દૂર સ્થિત નગલાગંજ ગામનો રહેવાસી છે. તેનું મૃત્યું થયું હોવાની અફવા વચ્ચે પોલીસે સોમવારે તેની પૂછપરછ કરી. રાહુલે પોતે જીવતો હોવાની વાત કરીને કહ્યું કે પ્રજાસત્તાક દિવસે જયારે કાસગંજમાં હિંસા ભડકી તો હું નાગલાગંજમાં જ મારા ઘરે હતો.

રાહુલના શરીર પર કોઈ પ્રકારની ઈજાનું નિશાન નથી અને તે એકદમ સ્વસ્થ છે. અલીગંજની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હોવાનો દાવો આ વાતથી ખોટો પડે છે. રાહુલને કોતવાલી કાસગંજ લાવવામાં આવ્યો જયાં એડીજી ઝોન આગરા અજય આનંદ અને આઈજી રેંજ અલીગઢ સંજીવ ગુપ્તાની સાથે ઘણાં અધિકારીઓએ પણ તેની સાથે વાત કરી.(૨૧.૭)

(11:03 am IST)