Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કરોડો રૂપિયાનું કાળું નાણું બીટ કોઇનમાં રોકાયું! કરોડો રૂપિયાના બીટ કોઇનની વિગતો મળી ડિજીટલ ડેટા મળ્યા, મોટા ખુલાસા થશે

આયકર વિભાગની ટીમે બિટ કોઇન પ્રકરણમાં સુરતમાં ૧૫ પ્રિમાઇસીસ પર દરોડા પાડી સર્ચ કર્યું

નવી દિલ્હી તા. ૩૦ : ડીઝીટલ કરન્સી બીટ કોઇનમાં ગુજરાતીઓના કરોડો રૂપિયા રોકાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. તાજેતરમાં જ આયકર વિભાગના સિનિયર ઓફીસરોએ સુરતમાં ૧૫ પ્રિમાઇસીસ પર સર્ચ કરીને બીટ કોઇનને લગતી ચોંકાવનારી વિગતો એકત્રિત કરી છે. સર્ચ દરમિયાના ડીઝીટલ ડેટા પણ મળ્યા છે. સાથે સાથે બીટ કોઇન કોણે કોની પાસેથી લીધા? તેની વિગતો પણ મળી રહી છે. હાલ તો દેશમાં બીટ કોઇન પર પ્રતિબંધ છે. ત્યારે આ બીટ કોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કેવી રીતે થયું તેની તપાસ ચાલી રહી છે. સાથે સાથે જે રૂપિયા બીટ કોઇનમાં રોકાયા છે. તેના પર કર ભરાયો છે કે નહિ તેની પણ તપાસ ચાલી રહી છે. માત્ર સુરત જ નહિ પરંતુ ગુજરાતના ઘણા લોકોના રૂપિયા બીટ કોઇનમાં રોકાયા છે. હવે આ પ્રકરણમાં બીટ કોઇનમાં રોકાણ કરનારાઓની તપાસ કરવા કરવામાં આવશે. અધિકારીઓના મતે તપાસને રેલો અમદાવાદ સહિત દેશના અન્ય સ્થળોએ પણ જઇ શકે છે .

વર્ષની શરૂઆતથી જ આયકર વિભાગ સક્રીય બની જતાં કરચોરો દોડતા થઇ ગયા છે. અમદાવાદમાં સીરામિકના મોટા વેપારીને ત્યાં સર્ચ કરીને આયકર વિભાગે ૧૦૦ કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે. સાથે સાથે સુરતના પણ મોડા બિલ્ડર ગૃપને ત્યાં સર્ચ કરીને કરોડોની કરચોરી શોધી કાઢવામાં આવી છે.

જોકે આ સર્ચ ઉપરાંત છેલ્લા એકાદ મહિનાથી આયકર વિભાગ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઓ દેશમાં બીટ કોઇનની માહિતી એકત્રિત કરી રહી હતી. એજન્સીઓ દ્વારા ઘણી જગ્યાએ તેના મોટના સર્ચ પણ શરૂ કરી દેવાયા છે. ત્યારે જ સુરતમાં આયકર વિભાગની ટીમે બીટ કોઇનના ટ્રાન્જેકશન કરતા દલાલો, અને તેના માટે પ્લેટફોર્મ પુરુ પાડનારાઓ અને જેણે બીટ કોઇનના લાભ લીધા છે. તેવા લોકોની ૧૫ પ્રિમાઇસીસ પર સર્ચ કરતાં જ બીટકોઇનમાં રૂપિયા રોકનારા ચોંકી ગયા છે.

ચોંકાવનારી વિગતો બહાર આવી

સુરતમાં સર્ચ દરમિયાના બીટ કોઇનને લઇને ઘણી ચોંકાવનારી વિગતો આયકર વિભાગના હાથ લાગી છે. જેને આધારે આગામી દિવસોમાં આગળની તપાસ કરવામાં આવશે. અમદાવાદ ઉપરાંત ગુજરાતના મોટા શહેરો ઉપરાંત દેશભરમાં તેની તપાસ હાથ ધરાશે.

બીટ કોઇન એ ડીઝીટલ કરન્સી હોવાથી ફંડ ટ્રાન્સફર કરવા કે તે બીટ કોઇન ટ્રાન્સફર કરવા માટે કોઇ જ બેંકની જરૂર પડતી નથી. સાથે સાથે આ ડીઝીટલ (લગભગ આસાભી) કરન્સીને હજુ લોકો સલામત માની રહ્યા છે અને તે ઇન્ટરનેટના માધ્યમથી ટ્રાન્સફર કરી શકતી તેના કોઇ પુરવા મળતા નથી.

હાલ તો એવી વિગતો સામે આવી રહી છે. કે નોટબંધી વખતે લોકોએ બેનામી પ્રોપર્ટીમાં રૂપિયા રોકયા અને કોરોડોના હવાલા પડીને પોતાની પાસેનું કાલું નાંણું ઠેકાણે પાડી દીધી હોવાના મુદ્દે ઠેરઠેર તપાસ ચાલી રહી છે પંરતુ નોટબંધી વખતે મોટાપાણે કાણું નાણું બીટ કોઇનમાં કન્વર્ટ થઇ ગયું હતું. હવે તે દિશામાં ચાલી રહેલી તપાસમાં ઘણા સ્ફોટક ખુલાશા થાય તેવું જોવા મળી રહ્યું છે.

(2:59 pm IST)