Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

૨૦૧૪ બાદ વડાપ્રધાન મોદીએ વિદેશ પ્રવાસો પાછળ કર્યો રૂ. ૨૦૨૧ કરોડનો ખર્ચ

૪૮ વિદેશ પ્રવાસોમાં ૫૫ દેશોની મુલાકાત લીધી

નવી દિલ્હી તા. ૨૯ : સરકારે જણાવ્યા અનુસાર ૨૦૧૪ના જૂનથી અત્યાર સુધીમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન ચાર્ટર્ડ ફલાઇટ, એરક્રાસ્ટ મેઇન્ટેનન્સ અને હોટલાઇન ફેસીલીટી માટે ૨૦૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન વી.કે.સીંઘે ઉપરોકત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ૨૦૧૪માં વિદેશી રોકાણ ૩૦૯૩૦.૫ મીલીયન ડોલર હતું જે વધીને ૨૦૧૭માં ૪૩૪૭૮.૨૭ મીલીયન ડોલરે પહોંચ્યું હતું.  સિંઘે આપેલી માહિતી અનુસાર મનમોહનસિંહના કાર્યકાળ ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪ દરમિયાન તેમના વિદેશ પ્રવાસ પાછળ ૧૩૪૬ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

વડાપ્રધાન મોદીએ તેમના ૪૮ વિદેશ પ્રવાસો દરમિયાન ૫૫ દેશની મુલાકાત લીધી હતી.

ચાર્ટર્ડ ફલાઇટનો ખર્ચ ૨૦૧૪-૧૫માં ૯૩.૭૬ કરોડ, ૨૦૧૫-૧૬માં ૧૧૭.૮૯ કરોડ, ૨૦૧૬-૧૭માં ૭૬.૨૭ કરોડ, જ્યારે ૨૦૧૭-૧૮માં ૯૯.૩૨ કરોડ થયો હતો. ૨૦૧૮-૧૯માં ૩ ડિસેમ્બર સુધીમાં ૪૨.૦૧ કરોડનો ખર્ચ થયો હતો.(૨૧.૧૧)

(11:32 am IST)