Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

લોકસભામાં ઇનસોલવંશી કોડ સુધારા બિલ પાસ

નવીદિલ્હી, તા.૨૯, લોકસભામાં આજે ઇનસોલવંશી એન્ડ બેંકરપ્સી કોડ સુધારા બિલ પસાર કરવામાં આવ્યો હતો. સંસદના શિયાળુ સત્ર દરમિયાન આ મહત્વપૂર્ણ બિલ આજે પસાર થયું હતું. આઈબીસીમાં સમયસર ઇનસોલવંશી સોલ્યુશન પ્રોસેસ માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ નાણામંત્રી અરુણ જેટલીના જવાબ બાદ પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા બિલ અગાઉ જારી કરવામાં આવેલા વટહુકમની જગ્યા લેશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા અમલી કરવામાં આવી રહેલા આઈબીસીને ડિસેમ્બર ૨૦૧૬થી અમલી કરવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આમા સમયસર સમસ્યાઓનો ઉકેલની બાબતનો ઉલ્લેખ કરાયો છે. ઇન કોર્પોરેટ લોકોના કોડની જોગવાઈને અમલી કરવાની વાત પણ આમા કરવામાં આવી છે. યોજનાઓ રજૂ કરવાને લઇને સ્પષ્ટતા પણ આમા કરવામાં આવશે.

(9:46 pm IST)