Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

૩૩ જિલ્લા પંચાયતો અને ર૪૭ તાલુકા પંચાયત પ્રમુખોના રોટેશન બદલાશે

રાજકોટ જિલ્લા પંચાયત હવે મહિલા પ્રમુખ આપશેઃ રII વર્ષની મુદત પૂરી થતા કેટેગરી બદલાશેઃ અડધોઅડધ પંચાયતોમાં મહિલા પ્રમુખ

રાજકોટ તા. ર૯ : રાજયમાં ડીસેમ્બર ર૦૧પમાં તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી પછી નવા રોટેશન મુજબ રાા વર્ષની મુદત માટે પ્રમુખો ચૂંટાયેલ તે તમામની મુદત ર૦૧૮ ની મધ્યમાં પૂરી થઇ રહી છે તેથી રોટેશન બદલાશે પ૦ ટકા મહિલા અનામતની જોગવાઇ મુજબ અડધોઅડધ પંચાયતોમાં મહિલા પ્રમુખ આવશે હાલ જયા પુરૂષ પ્રમુખ છે ત્યાં મહિલા પ્રમુખ આવશે રાજકોટ જિલ્લા પંચાયત તે જ ક્રમમાં આવે છે. રાજકોટમાં નવા પ્રમુખપદે અનામત વર્ગ અથવા બિનઅનામત વર્ગની મહિલા આવે તેવા સંજોગો છ.ે આજે સરકારના ટોચના

વર્તુળોએ અકિલાને જણાવેલ કે પ્રમુખના હોદાની અને રોટેશનની મુદત અઢી વર્ષની છે અઢી વર્ષ પૂરા થયા બાદ રોટેશનની કેટેગરી બદલવા પાત્ર થાય છ.ે ર૪૭ તાલુકા પંચાયતો અને ૩૩ જિલ્લા પંચાયતો માટે નવેસરથી રોટેશન જાહેર કરવાનું થાય છે. સરકાર એક બે મહિલનામાં જ પ્રમુખપદ માટે નવુ રોટેશન જાહેર કરે તેવી શકયતા છે હાલ જયા સામાન્ય વર્ગ માટે પ્રમુખ  પદ છે ત્યા અનામત કક્ષાનું પ્રમુખ પદ આવશે અને અનામત વર્ગના પ્રમુખ છે ત્યાં સામાન્ય વર્ગ અથવા અન્ય અનામત વર્ગનું રોટેશન આવશે કુલપંચાયતો પૈકી પ૦ ટકા પંચાયતોમાં પ્રમુખપદ સામાન્ય અથવા અનામત ર્વની મહિલા માટે અનામત રહેશે સામાન્ય વર્ગના રોટેશનમાં અનામત વર્ગના ચૂંટાયેલા સભ્યને પ્રમુખ બનાવી શકાય છ.ે અનામત વર્ગના ક્રમ વખતે સામાન્ય વર્ગમાંથી પ્રમુખની પસંદગી કરી શકાય નહિ.

(2:57 pm IST)