Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

પોતાનાને 'સાચવવા'એ સરકાર માટે મોટો પડકારઃ અનિચ્છનીય એંધાણ

કિસી પેડ કે કટને કા કિસ્સા ના હોતા, અગર કુલ્હાડી કે પીછે લકડી કા હિસ્સા ના હોતા...: છઠ્ઠી વખત સરકારની રચનાનો અનુભવ છતાં શપથ પછી ૩ દિ' ખાતા ફાળવણી ન થાય અને કેબીનેટ બેઠક ૪ કલાક મોડી શરૂ થાય તેવી પ્રથમ ઘટનાઃ રૂપાણી 'વજનદાર' સાબિત, નીતિન પટેલને 'હળવા' કરાયાઃ હવે 'કૃત્રિમ' એકતા બતાવવા પ્રયાસ થશે

વિજય રૂપાણી અને નીતિન પટેલઃ તસ્વીરમાં એકબીજા માટે દેખાતો 'ભાવ' વાસ્તવમાં હોય તો કેવો 'પ્રભાવ' રહે ?

 

રાજકોટ, તા. ર૯ : ગુજરાતના નવા મંત્રી મંડળને ખાતાની ફાળવણીમાં ત્રણ દિવસનો વિલંબ અને કેબીનેટ બેઠક ચાર કલાક મોડી થવાની ઘટના ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ ગણાય છે. રાજયમાં માત્ર ૭ બેઠકોની બહુમતીથી સરકાર રચનાર ભાજપ માટે આવતા દિવસોમાં અનિચ્છીય એંધાણ વર્તાઇ રહ્યા છે. સરકાર માટે પારકા (વિપક્ષ) તો પડકાર સર્જે તે સ્વભાવિક છે, પરંતુ આ વખતે પોતાનાને સાચવવા પણ પડકારૂપ હોવાનું દેખાવા લાગ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ વચ્ચે સબ સલામતનો રાગ છતાં બન્નેના સબંધો વધુ એક વખત ચર્ચાની એરણે ચડયા છે. ખાતા ફાળવણીમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી વજનદાર સાબિત થાય છે જયારે નાણા અને શહેરી વિકાસ જેવા મહત્વના ખાતા ખેંચી લઇને શ્રી નીતિન પટેલને હળવા કરાયાની છાપ પડી છે. ભારે ગરમાગરમી થયાની વાતો બહાર આવી રહી છે.

નાણા અને ઉર્જા ખાતા સાથે સૌરભ પટેલનું રાજકીય વજન ફરી વધ્યું છે. ધારણા મુજબ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે ીશક્ષણ ખાતુ રહ્યું છે. કૌશિક પટેલને મહેસુલ જેવું મહત્વનું ખાતુ અપાયું છે. આર.સી. ફળદુને સેના  લાયક ગણાતા કૃષિ અને ગ્રામ વિકાસ ખાતા ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અપાયો છે. જયેશ રાદડિયાના નાગરિક પુરવઠા ખાતામાં કોઇ ફેરફાર કરાયો નથી. મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વની જેમ ખાતા ફળવાણીમાં પણ સૌરાષ્ટ્રનો મહિમા જળવાયો છે.

તા. ર૬મીએ સવારે શપથવિધિ બાદ પ્રણાલિકા મુજબ તેજ દિવસે સાંજે કેબીનેટ બેઠકમાં ખાતા ફાળવણી અપેક્ષિત હતી, પરંતુ કેબીનેટ બીજા દિવસે બોલાવવાનું જાહેર કરેલ અને મોડેથી તે બેઠક પણ રદ કરવામાં આવી હતી. હિમાલચની શપથવિધિ અને હાઇકમાન્ડની કથિત વ્યસતતાનું સતાવાર કારણ આગગળ ધરી ખાતા ફાળવણી પાછી ફેલાતી હતી. ગઇકાલે સાંજે પ વાગ્યે બોલાવાયેલ કેબીનેટ બેઠક રાત્રે ૯ વાગ્યે શરૂ થઇ શકેલ ત્યાં સુધી મંત્રીઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રાહ જોતા રહેલ ૪ કલાક સુધી ખાતાઓની ખેંચતાણ ચાલ્યાનું ચર્ચાઇ રહ્યું છે. આખરે દિલ્હીથી મધ્યસ્થીથી ખાતા ફાળવણીને આખરી ઓપ અપાયેલ. ભાજપે છઠ્ઠી વખત સરકાર બનાવી છે ખાતા ફાળવણીનો નિર્ણય ગણતરીની મીનીટોમાં થઇ શકે છતાં ગઇકાલે જે થયું તે ઘણુ કહી જાય છે. શ્રી નીતિન પટેલનું માન જાળવવાનું આશ્વાસન છતાં તેઓ કદ પ્રમાણે વેતરાયાની ચર્ચા કોઇ રોકી શકે તેમ નથી. હાઇકમાન્ડના આશિર્વાદ અને વિશ્વાસ મુખ્યમંત્રી પર હોવાનું સ્પષ્ટ થઇ ગયું અન્ય અમૂક પ્રધાનોની મનની મનમાં રહી ગઇ છે.રૂપાણીની ગઇ સરકારમાં જે રીતે સત્તાના બે કેન્દ્રોના કારણે વારંવાર પ્રશ્નો ઉભા થતા હતાં તેવા પ્રશ્નો ફરી સર્જાવાની શકયતા નકારાતી નથી. ભવિષ્યમાં ભાજપ વિધાનસભા પક્ષમાં બિનસત્તાવાર બે ભાગ દેખાય તો નવાઇ નહિ. (૮.૧૧)

(11:27 am IST)