Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મહેબુબા સરકારનું ફરમાન, સરકારી કર્મચારીઓ સોશ્યલ મીડિયા પર નહીં મુકી શકે રાજકીય વિચાર

શ્રીનગર તા. ૨૯ : જમ્મુ કાશ્મીર સરકારે સરકાર કર્મચારીઓને તેમના પ્રાઇવેટ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર રાજકીય વિચાર વ્યકત કરવા પર રોક લગાવી દીધી છે. સરકારે પોતાના કર્મચારી માટે આચાર-વિચાર નિયમો બનાવીને કોઇપણ રાજકીય ગતિવિધિ માટે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સરકારે જમ્મુ-કાશ્મીર સરકારી કર્મચારી આચાર નિયમોમાં એક ઉપ નિયમ જોડી દીધો છે, જે અનુસાર કોઇપણ સરકાર કર્મચારી સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સરકાર માટે હાનિકારક સાબિત થઇ શકનારા કોઇ ગુનાહિત, છેતરપિંડી, અનૈતિક અને અપ્રત્યક્ષ રીતે અપમાનજનક આચાર વિચારમાં સામેલ નહીં થાય. નિયમમાં કહેવામાં આવ્યું છે 'તે કોઇ રાજકય ગતિવિધિ માટે પોતાના પ્રાઇવેટ સોશ્યલ મીડિયા એકાઉન્ટનો યૂઝ નહીં કરે અને કોઇપણ રાજકીય હસ્તીની પોસ્ટ, ટ્વીટ કે બ્લોગનો પ્રચાર નહીં કરે.'

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સોશ્યલ મીડિયા પર સરકાર સામે પ્રશ્નો કરનારાઓ પર સતત નિશાન બનવવામાં આવી રહ્યાં છે. આ બધુ એક સંગઠિત મીડિયા ટ્રોલ દ્વારા કરવામાં આવે છે, જે કેટલાક ખાસ લોકો પર સતત ગાળો અને ફેક ન્યૂઝ દ્વારા કન્ટીન્યૂ એટેક કરતાં રહે છે. આ બધુ એટલા માટે કરવામાં આવે છે સરકાર સામે પ્રશ્ન કરનારાઓને શાંત થઇ જાય અને સરકારને અસહજ થાય એવા કોઇ પ્રશ્નોને ના ઉઠાવે.

(9:17 am IST)