Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વૈજ્ઞાનિકોની વધતી ચિંતા વચ્ચે ઈટલીના રિસર્ચે કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસની પહેલી તસવીર જાહેર કરી

ઓમિક્રોનનુ મ્યુટેશન રેટ ડેલ્ટા વેરિઅન્ટથી ઘણુ વધારે:ઓમિક્રોને દુનિયાને એક વખત ફરીથી ચિંતામાં નાંખી

નવી દિલ્હી : દુનિયા કોરોના વાયરસના પ્રકોપથી હજુ બહાર આવી શકી નથી અને આ વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાને એક વખત ફરીથી ચિંતામાં નાંખી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા આ વેરિઅન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચિંતા વ્યક્ત કરી છે. ઈટલીના રિસર્ચે કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસની પહેલી તસવીર પણ જાહેર કરી દીધી છે.

આ તસવીરને રોમના બેમ્બિનો ગેસો હોસ્પિટલમાં કરવામાં આવેલા રિસર્ચ બાદ લેવામાં આવી છે. આ રિસર્ચને પ્રોફેસર કાર્લો ફેદેરિકો પર્નોએ કો-ઓર્ડિનેટ કરવા અને મિલાનના સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લૉડિયા અલ્ટેરીએ સુપરવાઈઝ કર્યુ. આ તસવીરમાં ઓમિક્રોન સ્પાઈક પ્રોટીનની સંરચનાને જોવામાં આવી શકે છે. આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે ઓમિક્રોનનુ મ્યુટેશન રેટ ડેલ્ટા વેરિઅન્ટથી ઘણુ વધારે છે.

(8:45 pm IST)