Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સામાન્ય જનતા જ નહિં સેલિબ્રિટી, વેપારી અને નેતાઓ પણ થઈ રહ્યા છે સેકસટોર્શનનો શિકાર

સાવધાનઃ લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યા છે સાઈબર છેતરપિંડી કરનારા

 નવી દિલ્હી :કોરોના કાળમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. ત્યાં જ સાઈબર ફ્રોડ સેકસ ક્રાઈમ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જેને સેકસટોર્શન કહેવામાં આવે છે. સામાન્ય જનતાથી લઈને વેપારી, નેતાઓ અને સેલિબ્રિટી પણ સેકસટોર્શન રેકેટના નિશાન પર છે. બદનામીથી બચવા માટે વધુ પડતા લોકો પૈસા લઈને આ મામલે કોઈ કોર્યવાહી કરતા નથી. રાજસ્થાનનું ભરતપુર, ઉત્તર પ્રદેશનું મથુરા, ઝારખંડના ઝામતાડા અને બિહારના હજારીબાગ સેકસટોર્શન ગિકોહોના મોટા ઠેકાણા છે. તેઓ દિલ્હી સી.એમ. અરવિંદ કેજરીવાલની દિકરી સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે. તેમજ મુંબઈમાં શેવસેનાના વિધાયકને પણ ફસાવી ચૂક્યા છે.

રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, યૂપી, મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યની પોલિસે અનેક ઠગોનો પર્દાફાશ કર્યો છે. ડઝનોની ધરપકડ કરાઈ છે. તેમ છતાં સોશ્યલ મીડિયા દ્વારા આ ખેલ ચાલું છે. ડેટિંગ અને સેકસ સાઈટ્સ દ્વારા સાઈબર ક્રાઈમ કરતા લોકો બ્લેકમેલ કરે છે. અશ્લિલ તસ્વીર-વીડિયો સાર્વજનિક કરવાની ધમકી આપીને તે મોટી રકમ વસૂલે છે. મોશેબલ ડોટ કોમ અનુસાર, બે વર્ષમાં સેકસટોર્શનના મામલા બે ગણા વધી ગયા છે. સેકસટોશન ઈ-મેઈલ સોર્સ કંટ્રીઝમાં ભારત દુનિયાના ટોપ ૧૦ દેશોમાં સામેલ છે. આ સૂચીમાં વિયેતનામા પહેલા, બ્રાઝીલ બીજા અને અર્જેટીના ત્રીજા નંબરે છે. 

(2:50 pm IST)