Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

લોકસભામાં કૃષિ કાયદાને પાછું ખેંચવા માટેનું બિલ પસાર : ચર્ચાની માંગ સાથે વિપક્ષનો હોબાળો :બપોરના 2 વાગ્યા સુધી સંસદ મોકૂફ

બિલને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં રજૂ કર્યું: ધ્વનિ મતથી પાસ

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે, 3 કૃષિ કાયદા પરત લેવાનુ બીલ પસાર કરવામાં આવ્યુ છે.ચર્ચાની માંગ સાથે  વિપક્ષના હોબાળા વચ્ચે, કૃષિ કાયદાને રદ્દ કરવા માટે લાવવામાં આવેલ બિલને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મોકૂફ રાખવાની અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી.

(12:44 pm IST)