Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભારતીય ભાષાઓનું પ્રભુત્વ વધશે તો હિન્દી શિરોમણિ બની જશેઃ રૂપાલા

નવી દિલ્હીમાં હિન્દી સાહિત્ય ભારતીની કારોબારી બેઠક મળી

નવીદિલ્હીમાં હિન્દી સાહિત્ય ભારતી સંસ્થાની પ્રથમ કારોબારી બેઠક પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા ઉંપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટ તા.ર૯ : ભારત સરકારના ડેરી ઉંદ્યોગ અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ હિન્દી ભાષાનું મહત્વ વધારવા અનુરોધ કર્યો છ.ે
નવી દિલ્હીમાં નવરચિત સંસ્થા હિન્દી સાહિત્ય ભારતીની પહેલી કારોબારી પ્રસંગે ઉંપસ્થિત શ્રી રૂપાલાએ જણાવેલ કે હિન્દી ભાષાનો મહિમા વધારવા કોઇ ભાષાનો વિરોધ કરવાની જરૂર નથી. ભારતીય ભાષાઓનું પ્રભુત્વ વધશે તો હિન્દી આપોઆપ મુગટ શિરોમણિ બનશે. સમાજની ભાવના અને સંસ્કૃતિ ભાષાના માધ્યમથી વ્યકત થાય છે. આપણી લોકભાષાસભા, અમૂક શબ્દોનો કોઇ ભાષામાં અનુવાદ થઇ શકતો નથી. ભાષા પર ટેકનોલોજીની વિપરિત અસર નિવારવા સાહિત્ય ભારતીયે વિચારવુ પડશે ખામી નવી પેઢીમાં નહિ આપણી વ્યવસ્થામાં છે. સરકારી શબ્દકોષ્ઠને સરળ બનાવવા માટે સાહિત્ય ભારતીએ અભિયાન ઉંપાડવું જોઇએ.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્યમશ્રી વિષ્ણુ પંડયા, હંસરાજ કોલેજના આચાય ડો. રમા શર્મા, હિન્દી સાહિત્ય ભારતીના સંસ્સથાપક ડો. રવિન્દ્ર શુકલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કરેલ. હિન્દીનું મહત્વ વધારવા માટે રાષ્ટ્રપતિને એક લાખથી વધુ પત્રો લખવાનું નકકી થયું હતું.

 

(11:33 am IST)