Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

આબુનું નખી લેક બન્યુ પ્રવાસીઓ માટે શિરદર્દઃ સતત દુર્ગધ-કચરાથી પારાવાર મુશ્કેલી

આબુ, તા. ર૯ : રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુની વિખ્યાત નખી લેકમાંથી આવતી દુર્ગધના કારણે પર્યટકો ખુબ જ પરેશાની ભોગવી રહ્યા છે. નખી લેકની  પરિક્રમા પથ સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાનથી લઇને ઓવરફલો થનારા બન્ને દરવાજાઓમાંથી થઇને માઉન્ટ આબુ વ્યુ પોઇન્ટ સુધી ફેલાયેલ ગંદકીથી ઉઠતી દુર્ગધ તળાવની આસપાસ ફરતા લોકો માટે માથાનો દુઃખાવો બની છે. ઉપરાંત તળાવમાં વનસ્પતિઓ હોવાથી નૌકા વિહાર કરતા સહેલાણીઓ વધુ પરેશાની ભોગવી રહ્યા છે. સ્થાનીકો મુજબ નખી લેક આબુનું આકર્ષણ છે અને તેની સફાઇ કરવા અનેકવાર તંત્રને રજુઆત કરવામાં આવી છે. છતા પણ ગાંડી વેલને હટાવવા ઉદાસીનતા છે. ઉપરાંત ફોલેટીંગ ફાઉન્ટેનને સતત ચલાવી તળાવનું પાણી ફરતુ રાખવા પણ માંગ કરાઇ છે.

(11:22 am IST)