Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઈઝરાયલે વિદેશીઓના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ

દેશમાં કોરોનાથી બે દિવસમાં ૧૦૦૦થી વધુનાં મોત : દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે : કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૮ : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચાલુ સપ્તાહે છઠ્ઠી વખત ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ ૫૧માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૫૪માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૭૪ નવા કેસ નોંધાયા છે અને ૬૨૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૯૪૮૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૦૫,૬૯૧ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૧૪૪ કેસ નોંધાયા છે અને ૫૫૪ સંક્રમિતોના મોત થયા છે. શનિવારે ૮૩૧૮ નવા કેસ અને ૪૬૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  શુક્રવારે ૧૦,૫૪૯ નવા કેસ અને ૪૮૮ લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે ૯૧૧૯ નવા કેસ અને ૩૯૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે ૪૩૭ લોકોના મોત થયા હતા અને ૯૨૮૩ કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં ૮૪૮૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૨૧,૯૪,૭૧,૧૩૪ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૨,૮૬,૦૫૮ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે ૧૦,૯૧,૨૩૬ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

(12:00 am IST)