Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ રિલિઝ: ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટકાડા અને છોડ્યા રોકેટ

વિડિઓ વાયરલ થતા સલ્લુએ કહ્યું થિયેટરની અંદર ફટાકડા ફોડવાથી બચો,તેનું પરિણામ ખૂબ ખતરનાક આવી શકે છે

મુંબઈ : સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ રિલિઝ થઇ છે. આ ફિલ્મને લઇને ચોતરફ ચર્ચા છે. ત્યારે એક સિનેમાઘરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ફેન્સ સલમાન ખાનની એનટ્રી પડતા ઉત્સાહમાં આવી જાય છે અને કેટલાક ફેન્સે થિયેટરની અંદર જ ફટાકડા ફોડવા લાગ્યા હતા.

આ વીડિયોના વાયરલ થયા બાદ સલમાન ખાને આમ કરનાર ફેનને સોશિયલ મીડિયાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે વાયરલ થઇ રહેલા વીડિયોને પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરતાં સ્પષ્ટ લખ્યું છે કે થિયેટરની અંદર ફટાકડા ફોડવાનું કામ કરવાથી બચો, કારણ કે તેનું પરિણામ ખૂબ ખતરનાક આવી શકે છે.

 

તેમણે લખ્યું કે તમામ પ્રશંસકોને મારો અનુરોધ છે કે હોલની અંદર ફટાકડા ન લઇ જાવ કારણ કે આ એકદમ ખતરનાક સાબિત થઇ શકે છે, જેથી તમારી સાથે-સાથે અન્ય લોકોના જીવને પણ ખતરામાં મુકવો પડી શકે છે. હું સિનેમાઘરોના માલિકોને પણ અનુરોધ કરું છું કે દર્શકો ફટાકડા લઇ જવાની અનુમતિ ન આપે. પ્રવેશ દ્રાર પર સુરક્ષા તપાસ કરી તેમને આમ કરતાં રોકે. દરેક પ્રકારે ફિલ્મનો આનંદ માણો, તેને એંજોય કરો પરંતુ પ્લીઝ, પ્લીઝ આ પ્રકારના કામોથી બચો. તમામ ફેન્સને મારો આગ્રહ છે….ધન્યવાદ.

એક્ટર દ્રારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સિનેમાઘર ફૂલ છે અને દર્શકો ફિલ્મને એંજોય કરવાની સાથે-સાથે ફટાકડા પણ ફોડી રહ્યા છે.તમને જણાવી દઇએ કે ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાના ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં છે. આ મહેશ માંજરેકર દ્રારા નિર્દેશિત છે.

(12:00 am IST)