Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

MSP પર મગજ ઠીક કરે સરકાર : 26મી જાન્યુઆરી બહુ દૂર નથી : 4 લાખ ટ્રેકટરો તૈયાર : રાકેશ ટિકૈત

મુંબઈના આઝાદ મેદાનમાં સંયુક્ત કિસાન મોર્ચા અને મહારાષ્ટ્ર કિસાન સંઘોની મહાપંચાયતમાં રાકેશ ટિકેતે આકરું વલણ દર્શાવ્યું

મુંબઈ :  મુંબઈના આઝાદ મેદાનમાં સંયુક્ત કિસાન મોર્ચા અને મહારાષ્ટ્ર કિસાન સંઘોની મહાપંચાયતમાં આવેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આકરું વલણ દર્શાવ્યું હતું

ખેડૂત નેતા રાકેશ ટિકેતે MSP પર સરકારને મગજ ઠીક કરવા અને વાતચીતની ટેબલ પર આવવાની ચેતવણી આપી. ટિકેત ત્યાં જ ન અટક્યા, તેમણે વૉર્નિંગના લહેકામાં કહ્યું કે, 26 જાન્યુઆરી વધુ દૂર નથી, હજારો ટ્રેક્ટર દિલ્હી તરફ આવવાની રાહ જોઈ રહ્યા છે. દેશના 4 લાખ ટ્રેક્ટર અહીં જ છે, દેશના ખેડૂતો પણ અહીં જ છે.

ખેડૂતોના ધરણા ક્યારે પૂર્ણ થવાના સવાલ પર ટિકેટે કહ્યું કે, જ્યાં સુધી સરકાર વાતચીતના ટેબલ સુધી નથી આવતી, ત્યાં સુધી ખેડૂતોનું પ્રદર્શન ખતમ નથી થવાનું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે MSPની ગેરેન્ટી આપતા કાયદા સહિત 6 માંગો પર સરકાર સાથે વાતચીત ફરીથી શરૂ કરવા માટે કહી રહ્યા છીએ

(11:21 pm IST)