Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલની આગમાં 5 કોરોના દર્દીના મોતનો મામલો: 5 ડૉક્ટર્સ સામે દાખલ થયો ગુનો: ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આપી વિગતો*

સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા (ચેરમેન-ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવેલ છે તે તથા ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા રહે. તમામ રાજકોટ તથા તપાસમાં નિકળે તેઓ વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ૩૦૪(અ), ૧૧૪ મુજબ ગુનો આરોપીઓ ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા તથા તેજસ કરમટાના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ

રાજકોટ : બે દિવસ પહેલા  ૨૭/૧૧/૨૦૨૦ ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવીલ હોસ્પીટલના પ્રથમ માળે આઈ.સી.યુ. વોર્ડમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બનેલ હોય જેની જાણ થતા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા , મદદનીશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ દક્ષિણ વિભાગ, ડી.સી.બી. પો.ઈન્સ. વી.કે.ગઢવી, માલવીયાનગર પો.ઈન્સ. કે.એન.ભુકણ, સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. વી.કે.ઝાલા તથા નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા પો.સબ.ઈન્સ. એમ.એસ.મહેશ્વરી તથા માલવીયાનગર પો.સ્ટે. પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ, તેમજ યુનીવર્સીટીના પો.સ્ટે.ના પો.ઈન્સ. એ.એસ.ચાવડા, પો.સબ.ઈન્સ. એ.બી.જાડેજા વિગેરે પોલીસ સ્ટાફ તાત્કાલીક બનાવવાળી જગ્યાએ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ સાથે મદદમાં રહી રેસ્કયુ કામગીરી કરવામાં આવેલ.

સદરહું બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સા. દ્વારા તાત્કાલીક જગ્યાની વિઝીટ કરવામાં આવેલ અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ અન્ય ડીપાર્ટમેન્ટ જેવા કે કલેકટર ઓફીસ, રાજકોટ મહાનગરપાલીકા, એફ.એસ.એલ. વિભાગ, પી.જી.વી.સી.એલ., ફાયર ડીપાર્ટમેન્ટ, વિગેરે ડીપાર્ટમેન્ટના અધિકારીઓ/કર્મચારીઓના સંકલનમાં રહી રજાના દિવસો હોવા છતા દિન-રાત સતત કાર્યરત રહી સમગ્ર બનાવ અંગેની તપાસ શરૂ કરવામાં આવેલ. તેમજ સદરહું બનાવની તલસ્પર્શી તટસ્થ ન્યાયીક તપાસ થાય તે હેતુથી સ્પે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સા. દ્વારા SIT. (Special Investigation Team)ની રચના કરવામાં આવેલ. જેમાં અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમીશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા સભ્ય તરીકે મદદનીશ પો.કમી. શ્રી જે.એસ.ગેડમ દક્ષીણ વિભાગ, તથા એસ.ઓજી.શાખાના પો.ઈન્સ. આર.વાય.રાવલ નાઓની નિમણુક કરવામાં આવેલ.

આ હોસ્પીટલમાં ત્યારે કુલ-૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહેલ હતા જેમાંથી સાત દર્દીઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવારમાં દાખલ હતા. તથા અન્ય દર્દીઓ આઈ.સી.યુ. રૂમની સામેના રૂમમાં તથા અન્ય વોર્ડમાં સારવાર લઈ રહેલ હતા. આઈ.સી.યુ. વોર્ડમાં આગ લાગતા આ સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયેલ હતા. અને બે દર્દીઓને સારવાર અર્થે ગોકુલ હોસ્પીટલ, કુવાડવા રોડ ખાતે લઈ જવાતા તેમના પણ કરૂણ મૃત્યુ થયેલ હતા. જ્યારે બાકીના દર્દીઓને એબ્યુલન્સ વાહનો મારફત વિધાનગર મેઈન રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલ તથા કુવાડવા રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ

આ બનાવ બાબતે માલવીયાનગર . પો.સ્ટે. સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ અ.મોત નંબર ૬૬/૨૦૨૦ તા.૨૭/૧૧/૨૦૨૦ ના રોજ કલાક ૦૩ /૧૫ થી નોંધ કરી આ કરૂણ બનાવમાં મૃત્યુ પામેલ પાંચેય કોરોના પોઝીટીવ દર્દીઓ નં (૧) કેશુભાઇ લાલજીભાઇ અકબરી ઉ.વ. ૫૦ રહે. ન્યુ શક્તિ સોસાયટી રાજકોટ નું મુત્યુ ગુંગળામણને કારણે તથા (૨) રામશીભાઇ મોતીભાઇ લોહ ઉ.વ. ૪૫ રહે. જસદણ, અર્જુનપાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં, તા.જસદણ જી. રાજકોટ (૩) રસીકલાલ શાંતિલાલ અગ્રાવત ઉ.વ. ૫૬ રહે. શિવનગર શેરી નં. ૨, “રઘુવીર", વેરાવળ (શાપર) જી. રાજકોટ(૪) સંજયભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ. ૨૭ રહે. પ્રહલાદ પ્લોટ ૪૧, કેદાર કૃપા, કરણપરા ચોક, રાજકોટ (૫) નીતીનભાઇ મણીલાલ બદાણી ઉ.વ. ૬૧ ઇસ્કોન ફ્લેટ, ફ્લેટ ને. ૨૦૨, શનાળા જી.મોરબી વાળાઓના મૃત શરીરને મૃત્યુનું ચોક્સ કારણ જાણવા માટે સરકારી હોસ્પીટલના પી.એમ. રૂમ ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ ઈક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરાવી પેનલ ડોકટર મારફતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવેલ.

 

આ કામે તપાસ દરમિયાન બનાવ સમયે ફરજ પર હાજર હોસ્પીટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, તેમજ કોવીડ હોસ્પીટલની મળેલ મંજુરી અંગેના લગત ડીપાર્ટમેન્ટના મંજુરીના કાગળો વિગેરે દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી આ બનાવને લગત જરૂરી નિવેદનો નોંધવામાં આવેલ. તેમજ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના સી.સી.ટી.વી ના રેકોર્ડીંગ ડી.વી.આર. અસલ કન્જ લઈ પરીક્ષણ માટે એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતે તાત્કાલીક મોકલવામાં આવેલ. તેમજ આ બનાવમાં મરણજનાર પાંચેય દર્દીઓના પી.એમ. રીપોર્ટ આવતા જેમાં ને (૧) કેશુભાઈ લાલજીભાઈ અકબરી નું મૃત્યુ ગુંગળામણના કારણે તેમજ નં (૨) રામશીભાઈ મોતીભાઈ લોહ (૩) રસીકલાલ શાંતીલાલ અગ્રાવત (૪) સંજયભાઈ અમૃતભાઈ રાઠોડ (૫) નીતીનભાઈ મણીલાલ બદાણી નાઓના મૃત્યુ શરીરે દાઝી જવાથી થયેલ હોવાનું પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં આવેલ.

 

આ કામે તપાસ દરમિયાન જણાય આવેલ કે, હોસ્પીટલમાં આઈ.સી.યુ. વોર્ડનું ઈમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઉભો કરેલ હતો, આઈ.સી.યુ. વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો, સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા, ઈમરજન્સી સમયે હોસ્પીટલમાંથી બહાર જવા માટે કોઈ ઈમરજન્સી દરવાજો ન હતો, ફક્ત ચાર ફુટની પહોળાઈ ધરાવતા પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકના બે દરવાજા આપેલ હતા ત્યાં કોઈપણ જાતના ફાયર સાઈન બોર્ડ કે અન્ય કોઈ રીફલેકટર દ્વારા ઈમરજન્સી એક્ઝીટ દર્શાવેલ ન હતું. આઈ.સી.યુ. ના દરવાજાની પહોળાઈ ત્રણ ફુટ ચાર ઈંચ જેટલી હતી, આઈ.સી.યુ. પાસે રાખવામાં આવેલ ફાયર એસ્ટીમ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શકેલ નહી. ફરજ પરના મેડીકલ સ્ટાફને હોસ્પીટલ સંચાલક દ્વારા ફાયર ફાઈટીંગ કે ઈમરજન્સી રેફ્યુ અંગેની તાલીમ આપવામાં આવેલ ન હતી, ઈવેજ્યુએશન પ્લાન બનાવવામાં આવેલ ન હતો, ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમની વ્યવસ્થા ન હતી, NBC તથા NABH & FIRE SAFETY ની ગાઈડ લાઈનનું પાલન થતું ન હોય વિગેરે પ્રકારની ગંભીર બેદરકારી તપાસ દરમિયાન હોસ્પીટલના સંચાલકોની જણાય આવતા અને તેવી ગંભીર બેદરકારીના લીધે પાંચ દર્દીઓના મૃત્યુ થયેલ હોય ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા *ડો.પ્રકાશ મોઢા (ચેરમેન-ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવેલ છે તે તથા *ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા* રહે. તમામ રાજકોટ તથા તપાસમાં નિકળે તેઓ વિરૂધ્ધ માલવીયાનગર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૮૦૪૫૨૦૨૧૪૦/૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૪ (અ), ૧૧૪ મુજબ માલવીયાનગર પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીઓ ડો.પ્રકાશ મોઢા, તથા વિશાલ મોઢા તથા તેજસ કરમટા નાઓના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. અને રીપોર્ટ આવ્યું અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુન્હાની આગળની તપાસ રાજકોટ તાલુકા પો.સ્ટે.ના પો.ઈન્સ. જે.વી.ધોળા નાઓને સોપવામાં આવેલ છે.

(9:04 pm IST)