Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ઓસ્ટ્રેલીયા સામે 51 રને પરાજય સાથે ભારતે વન ડે શ્રેણી ગુમાવી: 389રનના જવાબમાં ભારતે 9 વિકેટે 338 રન કર્યા

કેએલ રાહુલે 66 બોલમાં 76 રન ફટકાર્યા : કમિન્સે ભારતની ત્રણ વિકેટ ખેડવી : આરોન ફીંચ અને ડેવિડ વોર્નર ફરી ધમાકેદાર શરૂઆત : સ્મિથે 64 બોલમાં 104 રન કર્યા : માર્નસ લાબુશને 61 બોલમાં 70 રન અને ગ્લેન મેક્સવેલે અણનમ 63 રન 29 બોલમાં કર્યા

સિડની : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની બીજી મેચ આજે સિડનીના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરુઆત કરતા ઓસ્ટ્રેલીયાએ મજબૂત સ્કોર ભારત સામે મૂક્યો હતો. મેચમાં સ્ટીવ સ્મિથે સતત બીજી સદી લગાવી હતી. ઓસ્ટ્રેલીયાએ 50 ઓવરના અંતે 389 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જીત મેળવવા અને જંગી સ્કોરને પહોંચી વળવાથી નિષ્ફળ રહ્યા હતા. ભારતની 51 રને હાર થઈ હતી. 50 ઓવરના અંતે 9 વિકેટ ગૂમાવીને 338 રન કર્યા હતા. આ સાથે જ ભારતે સીરીઝ પણ ગુમાવી દીધી હતી.

જંગી લક્ષ્‍યને પહોંચી વળવા માટે થઈને ભારતીય ઓપનરોએ ઝડપી શરુઆત કરી હતી. ઓપનર ધવન અને મયંક અગ્રવાલ પણ રમત પર પકડ જમાવવા દરમ્યાન જ બંને એક બાદ એક એક વિકેટ ગુમાવી દીધી હતી. ધવન 23 બોલમાં 30 રન અને મયંક અગ્રવાલ 26 રન કરીને આઉટ થયા હતા. ટીમ સ્કોર 60 રન પર જ બંને આઉટ થયા હતા, પરંતુ બાદમાં કોહલી અને શ્રેયસ ઐયરે ઈનીંગને સંભાળવા પ્રયાસ કર્યો હતો. વિરાટ કોહલીએ 89 રનની ઈનીંગ રમી હતી, તેણે ઓપનરોના આઉટ થયા બાદ ટીમના સ્કોરને મક્કમતાથી આગળ વધારવા માટે ઐયર અને રાહુલ સાથે મળીને પ્રયાસ કર્યો હતો. ઐયર 38 રન કરીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 66 બોલમાં 76 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા 28 અને રવિન્દ્ર જાડેજાએ 24 રન કર્યા હતા. આમ સતત બીજી મેચમાં બેટ્સમનોએ પ્રયાસ જંગી સ્કોરને પહોંચવા માટે કર્યો હતો પણ તે સફળ નિવડી શક્યો નહોતો. મોટી ભાગીદારીના અભાવ અને મોટા સ્કોરનું દબાણ ભારે પડી ગયાની સ્થિતી સર્જાઇ હતી.

 

પેટ કમિન્સ, જોસ હેઝલવુડ અને એડમ ઝંપાની બોલીંગ આક્રમણ આજે પણ જારી રહ્યા હતા. કમિન્સે ભારતના ત્રણ બેટ્સમેનોને પેવેલીયન મોકલવામાં સફળ રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 67 રન આપ્યા હતા. જ્યારે ઝંપાએ 10 ઓવરમાં 2 વિકેટ ઝડપીને 62 રન આપ્યા હતા. આ ઉપરાંત મોઈસીસ હેનરીક્સ 7 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મેક્સવેલે પણ એક વિકેટ ઝડપી હતી. જ્યારે મીશેલ સ્ટાર્ક ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 9 ઓવરમાં 82 રન આપ્યા હતા.

 

ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફીંચ અને ડેવિડ વોર્નર ફરી એકવાર સારી શરુઆત અપાવવામાં સફળ રહ્યા હતા. બંનેએ પાવર પ્લેમાં 59 રન કર્યા હતા. વોર્નરે કેરીયરની 23મી સદી લગાવી હતી. તે 83 રન કરીને રન આઉટ થયા હતા. જ્યારે આરોન ફીંચે પણ ફીફટી લગાવી હતી. 60 રનના સ્કોર પર તે શામીના બોલ પર કેચ આઉટ થયા હતા. સ્મિથે ફરી એકવાર ધમાકેદાર બેટીંગ કરી હતી. તેણે 64 બોલમાં 104 રન કર્યા હતા. તેને હાર્દિકે પોતાનો શિકાર કર્યો હતો. માર્નસ લાબુશને 61 બોલમાં 70 રન કર્યા હતા.ગ્લેન મેક્સવેલે ફરી એકવાર જબરદસ્ત બેટીંગ કરીને ઝડપી ફીફટી ફટકારી હતી. તેણે અણનમ 63 રન 29 બોલમાં કર્યા હતા. જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા લગાવ્યા હતા.

 

ભારતીય બોલરો અગાઉની મેચની માફક જ આજે પણ દયનીય સ્થિતીમાં હતા. ફરી એકવાર ઓસ્ટ્રેલીયાના બેટસમેનો હાવી રહ્યા હતા ભારતીય બોલરો પર જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની અને હાર્દીક પંડ્યા બંને એક એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાની બોલીંગ આજે કરકસર ભરી રહી હતી. તેને આજે પણ વિકેટ મળી શકી નહોતી, જોકે તે સૌથી સારી ઈકોનોમી જાળવી શક્યો હતો. બુમરાહે 10 ઓવરમાં 79 રન, નવદિપ 7 ઓવરમાં 70 અને યુઝવેન્દ્ર ચહલ 9 ઓવરમાં 71 રન ગુમાવ્યા હતા.

(6:25 pm IST)
  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST

  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST

  • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST