Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

દેશમાં કોરોના વૈક્સીનની ટ્રાયલમાં ગંભીર સાઈડ ઈફેક્ટ થયાનો દાવો : યુવકે માગ્યુ 5 કરોડનું વળતર

વર્ચુઅલ ન્યૂરોલોજિક્લ બ્રેકડાઉન જેવી સમસ્યા પણ થઈ

નવી દિલ્હી : ચેન્નઈમાં તૈયાર થયેલી કોવિડશીલ્ડ વેક્સીનના ટ્રાયલમાં ભાગ લીધા બાદ એક વ્યક્તિને ડોઝ આપ્યા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ છે. 40 વર્ષિય આ વ્યક્તિનું કહેવુ છે કે, વેક્સીનનો ડોઝ લીધા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ હતી, જેમાં વર્ચુઅલ ન્યૂરોલોજિક્લ બ્રેકડાઉન જેવી સમસ્યા પણ થઈ છે. ત્યારે હવે આ વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાનું વળતર પણ માગ્યુ છે. અત્રે  ઉલ્લેખનીય છે કે, આ વૈક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે

(6:18 pm IST)