Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

હૈદરાબાદમાં અમિતભાઈ શાહનો અભૂતપૂર્વ રોડ-શો: હજારો લોકો જોડાયા

અમિતભાઇ શાહે આ વખતે હૈદરાબાદનો મેયર ભારતીય જનતા પક્ષનો જ બનશે.

હૈદરાબાદમાં આજે બપોરે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જબરજસ્ત મોટો રોડ શો યોજાયો હતો. હજારો લોકો તેમાં જોડાયા છે. હૈદરાબાદની આગામી ચૂંટણી અત્યંત રસપ્રદ બનતી જાય છે. કેટલાક વર્તુળો કહે છે કે ભાજપના આ મહાકાય પ્રચારથી હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને ખૂબ જ લાભ મળશે અને તેમને ઘણી વધુ બેઠકો મળશે તથા સત્તા પણ મળવાની સંભાવના છે.

અમિતભાઈએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ભાજપને આટલું મોટું સમર્થન આપવા માટે હૈદરાબાદની પ્રજાનો હું હૃદયથી આભાર માનું છું આજના રોડ શો ને જોઈને મને પૂરો ભરોસો છે કે ભાજપ આ વખતે બેઠકો વધારવા માટે કે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે નથી લડી રહી પરંતુ આ વખતે હૈદરાબાદનો મેયર ભારતીય જનતા પક્ષનો જ બનશે.

(5:53 pm IST)