Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

માઉન્ટ આબુંમા ફરવા ગયેલા ગુજરાતી પર્યટકો પર હુમલો : જમવા બાબતે ઝઘડો થતા હોટલ સંચાલકોએ કુહાડી લઈને તૂટી પડ્યા : 3ને ગંભીર ઇજા

જય અંબે હોટલના સંચાલકોએ સતલાસણા હામના ભવાનીસિંહ અને તેમના મિત્રોને દોડાવી-દોડાવીને ફટકાર્યા: પર્યટકોના કપડા પણ ફાટી ગયા હતા

અમદાવાદ: રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક હોટલના સંચાલકો દ્વારા ગુજરાતી પર્યટકોને ફટકારવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં 3 ગુજરાતી પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચતા તેમને આબુરોડ પોલીસે સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના સતલાસણા હામના ભવાનીસિંહ તેમના મિત્રો સાથે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મજા માણવા ગયા હતા. આ દરમિયાર ત્યાંની જય અંબે હોટલના સંચાલકો સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા હોટલના સંચાલકો ગુજરાતી પર્યટકો પર કુહાડી લઈને તૂટી પડ્યા હતા. ગુંડાગીરી પર ઉતરી આવેલા હોટલ સંચાલકોએ ભવાનીસિંહ અને તેમના મિત્રોને દોડાવી-દોડાવીને ફટકાર્યા હતા. જેમાં ગુજરાતી પર્યટકોના કપડા પણ ફાટી ગયા હતા.આ બનાવની જાણ થતાં આબુરોડ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:49 pm IST)