Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અમિતભાઈ શાહે મંત્રણા માટે કરેલ ઓફર ખેડૂતોએ ફગાવી દીધી : કહ્યું કે કોઈ પૂર્વ શર્ત મંજૂર નથી

ખેડૂતોએ કહ્યું - ફગાવી દીધું છે. અને કહ્યું છે કે અમે અમારી માંગણીઓથી ચલિત થશું નહિ. હટશું નહિ

નવી દિલ્હી : નવા  કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડુતોએ ગૃહ પ્રધાન અમિતભાઈ શાહનું મંત્રણાઓ માટે ટેબલ ઉપર આવવાનું આમંત્રણ ફગાવી દીધું છે. અને કહ્યું છે કે અમે અમારી માંગણીઓથી ચલિત થશું નહિ. હટશું નહિ એટલું જ નહીં વાતચીત માટે કોઈ જ પૂર્વશરત મંજુર નથી.

દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો જાણે "આતંકવાદી" હોય તેવુ વર્તન થઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતીએ પણ ખેડૂતોની ન્યાયિક માંગણીઓ પ્રત્યે કેન્દ્ર સરકાર ધ્યાન આપે તેવી અપીલ કરી છે.

(4:50 pm IST)