Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

પીએમના ‘અહંકારે’ જવાનને કિસાન સામે મૂકી દીધોઃ રાહુલ

કિસાન આંદોલન મામલે કોîગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહારો

નવી દિલ્હી : કોîગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોને દિલ્હી પહોîચવાથી રોકવાના પ્રયાસો અંગે આજે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અહંકાર એ જવાનને કિસાન સામે મૂકી દીધો છે.પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોîગ્રેસ નેતાઓએ પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતાં.

વડાપ્રધાને કોર્પોરેટ ઓફીસોમાં પોતાનો ફોટા પડાવવાને બદલે દેખાવ કરી રહેલા કિસાનો સાથે વાત કરી હોત તો સારૂ થાત એમ પણ કોîગ્રેસ નેતાએ જણાવ્યું હતું.

પક્ષના નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ પણ ટીવટ કરતાં જણાવ્યું હતું કે દિલ્હી આવનારા પોતાના પૂંજીપતિઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા લાલજાજમ બિછાવવામાં આવે છે જયારે કિસાનોના આવવા પર રસ્તા ખોદવામાં આવી રહ્ના છે.

(1:53 pm IST)