Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

વીજ ટ્રાન્સફોર્મરમાં ઉંદર ઘુસી જતાં ધડાકોઃ ૧૩૦ ગામમાં વીજળી ઠપ

લખનઉ : યુપીના પાટનગર લખનઉના રહીમાબાદ વિદ્યુત પેટા કેન્દ્રના એક ટ્રાન્સફોર્મરમાં ઉંદર ઘુસી જતા ધડાકો થતાં આસપાસના ૧૩૦ ગામમાં વિજળી ગૂલ થઇ ગઇ હતી. વીજ કર્મીઓએ યુધ્ધનાં ધોરણે સમારકામ કરી ૩ કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. ટ્રાન્સફોર્મરમાં ઉંદર ઘુસી ગયા બાદ થયેલા ધડાકામાં ન્યુટરલ તાર સળગી ગયો હતો. એટલે વીજળી ફેસ ટુ ફેસ શરૂ થઇ ગઇ હતી. રહીમામાદના ટ્રાન્સફોર્મરમાં અગાઉ પણ ધડાકા થઇ ચૂકયા છે.

(1:35 pm IST)